શોધખોળ કરો

કૃષિ કાયદાને લઈ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો ઉલ્લેખ કરીને PM મોદીએ શું કહ્યું ? જાણો વિગતે

પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા સવા બે મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સદનમાં ખેડૂત આંદોલન પર પૂરતી ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને બતાવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં. મહત્તમ સમય જે વાત થઈ તે આંદોલનને લગતી હતી. પરંતુ કઈ વાતને લઈને આંદોલન છે ? તેના પર સૌ મૌન છે. જે મૂળભૂત વાત છે તેના પર પણ ચર્ચા થવી જોઈએ. આંદોલન પર રાજનીતિ હાવિ થઈ રહી છે. વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે. સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મનમોહન સિંહે જે કહ્યું હતું તે કૃષિ સુધારા કરવામાં આવ્યા છે. દરેક સરકારોએ કૃષિ સુધારાની વકાલત કરી છે. સુધારાની વાત કરનારા વિપક્ષે યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, આંદોલનકારીઓને સમજાવીને દેશે આગળ વધવુ પડશે. પીએમ મોદીએ સદનમાં મનમોહન સિંહના કથનને વાંચતા કહ્યું કે, મનમોહન સિહે કહ્યું હતું, અમારા વિચારો છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારા પ્રયાસ છે ખેડૂતોને ઉપજ વેચવાની મંજૂરી મળવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે. ખેડૂત આંદોલન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેતીની મૂળભૂત સમસ્યા શું છે. તેના મૂળ ક્યાં છે. હું આજે પૂર્વ વડાપ્રધાન ચૌદરી ચરણજીની વાત કહેવા માંગુ છું. તેઓ નાના ખેડૂતોની સ્થિતિને લઈ હંમેશા ચિંતા કરતા હતા. તેમણે કહ્યું કે, કૃષિ સુધારાની વાત કરવાવાળા અચાનક પાછળ હટી ગયા છે. પહેલાની સરકારોના વિચારોમાં નાના ખેડૂતો ક્યાં હતા ? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ એક કાર્યક્રમ કરે છે લોનમાફી, આ વોટનો કાર્યક્રમ છે કે દેવામાફીનો તે દેશના નાગરિકો જાણે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણે સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે. વડાપ્રધાને કહ્યું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget