Parliament Monsoon Session 2023: અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સત્ય સાબિત થઇ PM મોદીની ભવિષ્ય વાણી, જુઓ વીડિયો
PM મોદીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM મોદીએ વિપક્ષને કહ્યું કે, સારી તૈયારી કરો, 2023માં તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે.
Parliament Monsoon Session 2023:PM મોદીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM મોદીએ વિપક્ષને કહ્યું કે, સારી તૈયારી કરો, 2023માં તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષો સામસામે છે. મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે દુર્વ્યવહારને લઈને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષે સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાર વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે 2023માં જ તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની આગાહી કરી હતી.
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડતી પરિસ્થિતિને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિએ બુધવારે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આવી સ્થિતિમાં PM મોદીની આગાહીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદીએ વિપક્ષને 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહેવા કહ્યું હતું.
PM Modi predicted today's No-confidence Motion back in 2018! Phenomenal 🤩
— Nationalist Mumbaikar 🇮🇳™ (@Ayush_Shah_25) July 26, 2023
Modi knows the pulse of Dramatic Opposition#Modi4PM2024 pic.twitter.com/K3JE0d3yVs
પીએમ મોદીના આ નિવેદન બાદ લોકસભામાં સાંસદો ખૂબ હસી પડ્યાં હતા. 2018 માં, પીએમ મોદીએ આ નિવેદન NDAએ પ્રચંડ બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યા પછી આપ્યું હતું. 2018 માં, તેલુગુ દેશમ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો, જેને ઘણા વિરોધ પક્ષોએ ટેકો આપ્યો. તત્કાલીન લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વિશ્વાસ મતની મંજૂરી આપી હતી. જો કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન NDAને 314 વોટ મળ્યા હતા.
શું કહ્યું PM મોદીએ
ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું, 'હું ઈચ્છું છું કે તમે સારી તૈયારી કરો. 2023 માં, તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે. પીએમ મોદીની આ ભવિષ્યવાણીને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના નિવેદનને વિપક્ષી દળોએ વડાપ્રધાન મોદીનો ઘમંડ ગણાવ્યો હતો. આનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, 'આ અમારું સમર્પણ છે. ઘમંડનું પરિણામ એ છે કે તમે (કોંગ્રેસ) 400 થી 40 સુધી પહોંચી ગયા છો. અમારી પાસે સેવાલક્ષી નીતિ છે, તેથી જ અમે 2 વર્ષથી અહીં પહોંચ્યા છીએ.