PM Modi Jammu-Kashmir Visit: 370 હટાવ્યા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યાં PM મોદી, જાણો શું કહ્યું
PM મોદીએ શ્રીનગરમાં કહ્યું હતું કે, આજે સમર્પિત કરવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીરના વિકાસને પ્રોત્સાહન આપશે. આજે જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ-કાશ્મીર આજે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે.
PM Modi Jammu-Kashmir Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમ દરમિયાન શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એક સભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમએ કહ્યું કે "પૃથ્વીના આ સ્વર્ગમાં આવવાની અનુભૂતિ શબ્દમાં ન વર્ણવી શકાય." "શ્રીનગરના અદ્ભુત લોકોમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, “આજે સ્વદેશ દર્શન યોજના હેઠળ છ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વદેશ દર્શન યોજનાનો આગળનો તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય સ્થળો માટે લગભગ 30 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
PM launches Dekho Apna Desh People’s Choice 2024 https://t.co/fTrPZlfqBo, a nationwide poll to identify top tourist attractions. Engage on @mygovindia to vote for your favorite destination and shape India’s tourism future!#PM #MOT #DekhoApnaDesh #PMlaunch#TourismScheme… pic.twitter.com/V082JK36Go
— Ministry of Tourism (@tourismgoi) March 7, 2024
આ નવું જમ્મુ અને કાશ્મીર છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી."
પીએમ મોદીએ કહ્યું કે આજે સમર્પિત કરવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીરના વિકાસને પ્રોત્સાહન આપશે. જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે. જમ્મુ-કાશ્મીર પોતાનામાં જ એક મોટી બ્રાન્ડ છે.
"શ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે"
જનતાને સંબોધિત કરતી વખતે પીએમએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત જમ્મુ અને કાશ્મીર પ્રાથમિકતા છે. વિકાસની શક્તિ, પર્યટનની શક્યતાઓ, ખેતી પેદાશની ક્ષમતા અને જમ્મુ-કાશ્મીરના યુવાનોનું નેતૃત્વ. વિકસિત જમ્મુ-કાશ્મીર બનાવવાના માર્ગને પ્રશસ્ત કરે છે. શ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે.
પીએમએ કહ્યું કે, આજે જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર આજે આઝાદીથી શ્વાસ લઈ રહ્યું છે. આગામી પવિત્ર માસ રમઝાન અને મહાશિવરાત્રી માટે હું અગાઉથી મારી શુભેચ્છા પાઠવું છું.
PM મોદીએ શિલ્પકારો સાથે કરી મુલાકાત
ગુરુવારે શ્રીનગરની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રદર્શનમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને કારીગરોને પણ મળ્યા હતા. સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાન 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમમાં ભાગ લેવા માટે બક્ષી સ્ટેડિયમ પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.