United Opposition Meet: વિપક્ષી નેતાઓએ ગઠબંધનનું શું નામ રાખવાનો લીધો ફેંસલો ? જાણીને ચોંકી જશો
Bengaluru Opposition Meet: બેંગ્લુરુમાં હાલ વિપક્ષોની બેઠક ચાલી રહી છે.
Bengaluru Opposition Meet: બેંગ્લોરમાં વિપક્ષની બેઠક ચાલી રહી છે. વિપક્ષની બેઠકમાં નીતિશ કુમારે કેટલાક સૂચનો આપ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. તેમણે કહ્યું કે વિપક્ષની આગામી બેઠક મુંબઈમાં થવી જોઈએ. ગઠબંધનના નામમાં India' શબ્દ હોવો જોઈએ. જોકે આ અંગેની હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે ન્યૂઝ 24 ચેનલે આ અંગે ટ્વિટ કર્યું છે. નીતિશ કુમારે એક મોટી વાત એ પણ કહી કે જો વિપક્ષ સાથે મળીને ચૂંટણી લડશે તો 350 સીટો જીતી જશે. પહેલા સાથે મળીને ચૂંટણી લડીએ અને જીતીએ, આ પછી પીએમનું નામ નક્કી કરીશું.
આ સિવાય અખિલેશ યાદવે PDAનું સૂચન કર્યું હતું, પરંતુ તેને ફગાવી દેવામાં આવ્યું હતું. એક નાના જૂથે સેવ ઈન્ડિયા એલાયન્સ અથવા સેક્યુલર ઈન્ડિયા એલાયન્સનું પણ સૂચન કર્યું હતું. આ ઉપરાંત બેઠકની વહેંચણી અંગે સમિતિની રચના કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો છે. દરમિયાન, ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયને ટ્વિટ કર્યું, "ચક દે ઈન્ડિયા."
I - Indian
N- National
D- Democractic
I - Inclusive
A - Alliance
PM મોદીએ 10 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો: કેજરીવાલ
વિપક્ષી મીટિંગમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, પીએમ મોદીને 10 વર્ષમાં દેશ પર શાસન કરવાનો મોકો મળ્યો. તેમણે લગભગ દરેક ક્ષેત્રને બરબાદ કરી દીધા છે. તેમણે લોકોમાં નફરત પેદા કરી છે, અર્થતંત્ર ખાડે ગયું છે, મોંઘવારી બેકાબુ બની છે, તમામ ક્ષેત્રોમાં બેકારી છે. હવે ભારતના લોકોને તેનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. તેથી સમાન વિચારધારા ધરાવતા તમામ પક્ષો એક સાથે આવ્યા છે.
ન્યૂઝ 24 ટીવી ચેનલે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ
બધા મળીને ભાજપને હરાવીશુંઃ શરદ પવાર
આ બેઠકને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જીએ કહ્યું, આ એક સારી, સાર્થક બેઠક છે. રચનાત્મક નિર્ણય લેવામાં આવશે. એનસીપી ચીફ શરદ પવારે બેઠકમાં કહ્યું, બધા મળીને ભાજપને હરાવીશું.
લાલુ યાદવે મોદી સરકાર પર સાધ્યું નિશાન
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું, દેશ અને લોકતંત્રને બચાવવું જરૂરી છે. ગરીબો, યુવાનો, ખેડૂતો, લઘુમતીઓની રક્ષા કરવી પડશે. મોદી સરકાર તમામને કચડી રહી છે.
મલ્લિકાર્જુન ખડગે શું બોલ્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કોંગ્રેસને સત્તા કે પ્રધાનમંત્રી પદમાં કોઈ રસ નથી. અમારો ઈરાદો આપણા બંધારણ, લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયની રક્ષા કરવાનો છે. વિપક્ષોમાં રાજ્ય સ્તર પર મતભેદ છે પરંતુ આ મતભેદ વિચારધારાથી સંબંધિત નથી.
Join Our Official Telegram Channel: