શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ ગામમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 16 ઈંચ વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું
જામનગરના લાંબા ગામમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટઃ સોમવારે સૌરાષ્ટ્રમાં સોરઠ અને હાલાર પંથકની સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. જામનગરના લાંબા ગામમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ તમામ સ્થળે 6થી 10 ઈંચ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારે્ ભારે નુકશાન થયું છું. દ્વારકાના ભાણવડમાં રવિવારે 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
સોરઠમાં ભારે વરસાદ અને ભાદર ડેમના દરવાજા ખોલાતાં પોરબંદર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંખ્યાબંધ લોકો પૂરના પાણીમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ટ્યુશન સંચાલકની કાર કુંજવેલ પાસે તણાઈ જતાં તમામ લોકો લાપતાં બન્યા છે. કુતિયાણા અને રાણાવાવ પંથકમાં એનડીઆરએફ ટીમે 22 લોકોને રેસ્કયૂ કર્યા હતા.
મર્મઠ ગામના બે ડેંગ્યુના દર્દી પાણીમાં ફસાતાં બચાવાયા હતા. ધંધુસરની ઉબેણ નદીમાં ફસાયેલા 4 ને બચાવ્યા હતા જ્યારે મોરબીમાં છકડો રિક્ષામાં ફસાયેલા બે લોકોને બચાવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion