શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટના પડધરી તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે 2  ઈંચ જેટલો વરસાદ ખાબક્યો 

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના પાંચ થી છ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પડધરીના ગામડાઓમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પડધરી તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. રાજકોટ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 

Rajkot Rain: રાજકોટના પડધરી તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે 2  ઈંચ જેટલો વરસાદ ખાબક્યો 

પડધરી તાલુકાના સરપદડ, હીદડ રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામડાઓમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.  લોધીકા તાલુકામાં અમરેલી, રાતૈયા અને નાના ઈટાળા ગામમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ  વરસ્યો છે.  વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. 

રાજકોટ શહેરના કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.  રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  

સુરત શહેરમાં વરસાદ

સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું છે.  શહેરના વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.  ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

નૈઋત્યનું ચોમાસું  વલસાડ, નવસારી સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય છે. 15 થી 19 જૂન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  15 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં  આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ગાંધીનગર અને અમદાવાદમાં  41 ડિગ્રી તાપમાન રહેશે. હજુ સુધી ચોમાસુ વલસાડ નવસારી સુધી પોહચ્યું છે. 

આજે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી કરવામાં આવી છે.  

15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં  વરસાદની આગાહી કરાઈ છે.  

17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.   

19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget