Heart Attack Death : રાજકોટમાં વધુ 2 હૃદય ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત,2 આશાસ્પદ યુવકોના મોત
38 વર્ષીય ગુણવંત ચાવડા કારખાનામાં કામકાજ કરતો હતા. તેમને અચાનક જ હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યાં હતા. બે વર્ષ પૂર્વે તેમના છૂટાછેડા થયા હતા. તો બીજી 42 વર્ષે શક્તિસિંહ ઝાલાનો પણ હાર્ટ અટેકે ભોગ લીધો
Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમા 5 લોકોનો હાર્ટ અટેકે જીવ લીઘો તો આજે ફરી 2 લોકોનો હાર્ટ અટેકથી જીવ ગયો.
રાજકોટના વધુ 2 વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા. 38 અને 42 વર્ષીય વ્યક્તિના અચાનક જ હાર્ટ અટેકથી મોત થયા છે. અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા.
38 વર્ષીય ગુણવંત ચાવડા કારખાનામાં કામકાજ કરતો હતા. તેમને અચાનક જ હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યાં હતા. બે વર્ષ પૂર્વે તેમના છૂટાછેડા થયા હતા. તો બીજી 42 વર્ષે શક્તિસિંહ ઝાલાનો પણ હાર્ટ અટેકે ભોગ લીધો. તેઓ વોટર સપ્લાયનું કામ કરતા હતા, તેમના મોતથી તેમના બંને સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. આશાસ્પદ નવયુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યા તો પાલનપુરમાં એક વ્યક્તિનું હૃદય અચાનક બંધ થયું. તો ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 11 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આકસ્મિક મોતથી પરિવારમાં ચિંતાનો માહોલ છે.
રાજકોટમાં 45 વર્ષિય મનીષ રાખોલિયાને ઊંઘમાં હાર્ટ અટેક આવતા નિધન થયું. તેઓ રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહી. બેભાન હાલતમાં પરિવારે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને તબીબે તેમને મૃત જાહેર કરતા હાર્ટ અટેકના કારણે મોત થયાનું જાણાવ્યું હતું.
- બીજુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.
ત્રીજુ નામ રણજીત યાદવનું છે. રાજકોટમાં 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવનું પણ હાર્ટ અટેકથી મોત થયું હતો. જે બિહારી હતો અન માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતો હતો, અને બકલા વિભાગમાં મજૂરી કરતો હતો, હાર્ટ એટેક આવતા તે અચાનક બેભાન થઇ ગયો હતો અને બાદમાં મૃત્યુ પામન્યો હતા.