શોધખોળ કરો
Advertisement
રાજકોટ સોની બજારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી 24 લાખનું સોનું લઇને શખ્સો ફરાર
કરણસિંહજી રોડ પર ભરબપોરે વેપારી પાસેથી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને બંદુકની અણીએ સોનાના બિસ્કીટ અને રોકડ રકમની લૂંટ કરવામાં આવી.
રાજકોટમાં 24 લાખની કિંમતના સોનાના બિસ્કીટના લૂંટનો બનાવ બન્યો છે. કરણસિંહજી રોડ પર ભરબપોરે વેપારી પાસેથી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને બંદુકની અણીએ સોનાના બિસ્કીટ અને રોકડ રકમની લૂંટ કરવામાં આવી. પોલીસનું માનીએ તો 50 ગ્રામ સોનાની લૂંટ થઈ છે. બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને તપાસ શરૂ કરી છે.
સીટી ગેસ્ટ હાઉસ નજીકથી જૂનાગઢના સોની વેપારી પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા તે સમયે બે થી વધુ શખ્સોએ અટકાવ્યા હતા અને ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને વેપારીને ચેકિંગ કરવા દેવાની સૂચના આપી હતી. જેને લઈ વેપારી ગભરાઈ ગયા હતા તે દરમિયાન બંને શખ્સોએ બંદુક બતાવીને વેપારીના ખિસ્સામાંથી 50 ગ્રામ સોનાની કિંમતની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ શખ્સો પળવારમાં ગાયબ થઈ ગયા હતા. લૂંટારૂઓ ઈરાની ગેંગની હોવાની પ્રાથમિક શંકા પોલીસે દર્શાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement