શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા 24 કલાકમાં 27 દર્દીના મોત, ક્યાંના છે દર્દીઓ?
રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં જ 27 દર્દીઓના મોત થયા છે.

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, હવે ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી હવે કોરોના સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં જ 27 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 14 દર્દીઓ રાજકોટ શહેર, 5 દર્દીઓ રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લાના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. ગઈ કાલે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે, જ્યારે 86034 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16425 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 105,671 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશનમાં 96, જામનગર કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 52, વડોદરામાં 37, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 31, પંચમહાલમાં 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણામાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.
વધુ વાંચો




















