શોધખોળ કરો
Advertisement
મોરબીઃ યુવતીને લિફ્ટ આપવાના બહાને બાઇક પર બેસાડીને યુવક લઈ ગયો વાડીમાં ને પછી....
યુવતીને બાઇક પર બેસાડીને યુવક યુવતીને રાજકોટને બદલે એક વાડીમાં લઈ ગયો હતો અને અહીં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
મોરબીઃ ટંકારાના મિતાણા ગામ પાસે યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાઇક ચાલકે યુવતીને લિફ્ટ આપવાના બહાને વાડીમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મિતાણા ચોકડીએ ઉભેલ યુવતીને રાજકોટ મૂકી જવાનું કહી બાઇકમાં લિફ્ટ આપી હતી. જોકે, યુવતીને બાઇક પર બેસાડીને યુવક યુવતીને રાજકોટને બદલે એક વાડીમાં લઈ ગયો હતો અને અહીં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, મૂળ મુંબઈની વતની અને રાજકોટમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી 28 વર્ષીય યુવતી ગત 13મી ડિસેમ્બરે ટંકારા કોઈ કામથી આવી હતી. અહીં કામ પતાવી રાતના સમયે રાજકોટ જવા માટે મિતાણા ચોકડી પાસે વાહનની રાહ જોઈને ઉભી હતી. દરમિયાન બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને યુવતીને રાજકોટ સુધી લિફ્ટ આપવાનું કહીને બાઇકમાં બેસાડી હતી.
યુવતીને બાઇકમાં બેસાડી તેને મીતાણા ગામની સીમમાં લઈ ગયા હતા. તેમજ બેમાંથી એક યુવતી સાથે મારપીડ કરી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બંને શખ્સો યુવતીને ત્યાં જ મૂકીને બાઇક લઈને નાસી ગયા હતા. આ પછી યુવતી અન્ય વાહનમાં રાજકોટ પહોંચી હતી.
આ પછી યુવતીને દુઃખાવો ઉપડતા તે ડોક્ટર પાસે પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ પછી યુવતીએ હિંમત કરીને ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક આરોપીને ઓળખી કાઢ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement