(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાનું 2817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, આજી રિવર ફ્રન્ટને લઈ જાણો શું લેવાયો નિર્ણય ?
રાજકોટ મહાનગરપાલિકાનું 2 હજાર 817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યૂનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 17 કરોડ 77 લાખના કરબોજ સાથેનું બજેટ રજૂ કર્યું છે.
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું 2 હજાર 817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યૂનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 17 કરોડ 77 લાખના કરબોજ સાથેનું બજેટ રજૂ કર્યું છે. કચરાનો ચાર્જ ડબલ કરી દેવાયો છે. પ્રતિ દિને એક રૂપિયાના સ્થાને બે રૂપિયા વસૂલવાનું સૂચન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાણી વેરામાં 100 રૂપિયાના વધારાની જોગવાઈ છે. પાણી વેરો 1500 રૂપિયાથી વધારી 1600 રૂપિયા કરવાનું સૂચન કરાયું છે. જોકે, લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સ્ટેન્ડિંગ કમિટી કરબોજા વગરનું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. ડ્રાફ્ટ બજેટની જોગવાઈ અનુસાર, શહેરમાં ચાર નવી વોર્ડ ઓફિસ બનાવાશે.100 નવી CNG અને 75 ઈલેક્ટ્રિક બસ ખરીદાશે.માલવિયા ફાટક પાસે અંડરબ્રિજ બનાવાશે. આ ઉપરાંત લાંબા સમયથી ગૂંચવાયેલો આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ ડબલ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, હાલમાં પ્રતિ દિન 1 રુપિયો લેવામાં આવે છે. જે વધારીને 2 રૂપિયા લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારી 1600 કરવા કરાયું સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ વર્ષે 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદ્રઢ બનાવવા ભાર મુકવામાં આવ્યો છે. વોટર મેનેજમેન્ટ માટે વોટર ઓપરેશન અને મેઇન્ટેનન્સ સેલ, જળ સંચય સેલ, નવા પાણીના સ્ત્રોત શોધવા, જનભાગીદારીથી જળ સંવર્ધન પર કામ કરવામાં આવશે. જયારે પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 11.50 કી.મી લંબાઈમાં કામ કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં પ્રેઝેન્ટેશન કરવામાં આવેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવર ફ્રન્ટની ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કામે સરકાર દ્વારા પ્રથમ ફેઇઝની અંદાજીત કુલ રૂ.187 કરોડની દરખાસ્તની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. રામનાથ મહાદેવ મંદિરની ઉતર અને દક્ષિણ બન્ને તરફ 500 મી. મળી કુલ 1.1 કી.મી. લંબાઈમાં આ કામને પાઇલોટ પ્રોજેકટ તરીકે ડેવલપ કરવામા આવશે.