શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં કોરોનાથી એક જ દિવસમાં 3 લોકોના મોત થયા
રાજકોટમાં પણ કોરોનાને કહેર સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે.
રાજકોટ: રાજકોટમાં પણ કોરોનાને કહેર સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા અનામિકા સોસાયટીમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. આજે 2 પુરુષ અને એક મહિલાનું મોત થયું છે. અત્યાર સુધીમાં 9 દર્દીઓના મોત થયા છે.
રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આજે એક જ દિવસમાં નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. સવારે 3 કેસ નોંધાયા અને બપોર બાદ 4 કેસ વધતા આંકડો સાત પર પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે અને શહેરમાં હવે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 181 પર પહોંચી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બપોર બાદ ચાર કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. ધોરાજીનાં કંસાર ચોક ખાતે રહેતા 49 યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. હિરપરા વાડી મોતીનગર રહેતા 50 વર્ષીય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે ધોરાજીનાં જમનાવડ રોડ પર અપૂર્વ સ્કુલ પાસે રહેતા 40 વર્ષીય યુવકને કોરોના થયો છે. ધોરાજીનાં જમનાવડ રોડ પરની ગલીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધાનો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો
આમ બપોરે ચાર કેસ અને આખાં દિવસમાં નવ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર મચી જવાં પામ્યો છે. અત્યાર સુધીમાં ધોરાજીમાં કુલ 32 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion