શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રના કયા ગામમાં 7 દિવસનું લોકડાઉન લદાયું? જાણો વિગત
કોરોનાનું સંક્રમણ વધતા હળવદ તાલુકાના ટીકર ગામે લોકડાઉન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઈને ગામડાઓ ફરી સતર્ક થયા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી 1300ને પાર થઈ ગયા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા હળવદ તાલુકાના ટીકર ગામે લોકડાઉન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઈને ગામડાઓ ફરી સતર્ક થયા છે.
તા.17 થી 23 સુધી ટીકર ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ટિકર ગામે બજારો સવારના 7 થી 12 વાગ્યા સુધી ખુલી રહેશે અને ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાબરકાંઠાનું વડાલી શહેર પણ પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી વડાલી શહેર બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ સ્વયંભૂ વેપાર રોજગાર બંધ રાખશે. શહેર માં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement