Rajkot: ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ, પાર્ટીમાં ચાલતા ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને લઈને મારવામાં આવ્યા ચાબખા
રાજકોટ: ભાજપમાં પત્રિકાકાંડ બાદ કવિતા કાંડ સામે આવ્યું છે. રાજકોટના ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે. શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ થઈ છે.
રાજકોટ: ભાજપમાં પત્રિકાકાંડ બાદ કવિતા કાંડ સામે આવ્યું છે. રાજકોટના ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે. શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ થઈ છે. શહેરના રાજકારણમાં જેમનો પ્રભાવ વધ્યો તેવો મામકાવાદ ચલાવતા હોવાનો આક્રોશ આ કવિતામાં ઠાલવ્યો છે.
કવિતામાં જી હજુરીયો અને સગા વાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખ છે. કવિતામાં મુખર્જી અને દિન દયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કર્યો છે.શિક્ષણ સમિતિને લઈને પણ કવિતામાં ઉલ્લેખ થયો છે.સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા સંગઠનમાં આવે એટલે સ્વચ્છ થઈ ગયા તેવા કવિતામાં ચાબખા મારવામાં આવ્યા છે. મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ પણ કવિએ વ્યક્ત કરી છે. કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
કવિતા
કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય..
જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે...
તો બીજી તરફ કવિતા મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાચી છે,કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય. સાચા કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાશે. તમામ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે.આટલી મોટી પાર્ટીમાં કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.