શોધખોળ કરો

રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં હત્યા, વેઈટરે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

લૂંટના ઈરાદે રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી

મુંબઇઃ લૂંટના ઈરાદે રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર ઉપલેટાના ઉદ્યોગપતિ કાળાભાઈ સુવાની પ્રિન્સ હોટલના વેઈટરે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા કરી હતી. કાળાભાઇની હત્યાને પગલે રાજકોટ જિલ્લાના આહીર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

વેઇટરે બરફ કાપવાના સુયાથી કાળાભાઇની હત્યા કર્યાની ચર્ચા છે. તેમની હત્યા કર્યા બાદ વેઇટર ફરાર થઇ ગયો હતો. મુંબઈની પ્રિન્સ હોટલમાં શનિવારના રાત્રે 12:00 થી 2:00 વાગ્યા સુધીમાં હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. ઉદ્યોગપતિની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે પછી કોઇ અન્ય કારણે કરવામાં આવી તેને લઇને મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી.

મુંબઈ પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટલના વેઈટરે જ બરફ કાપવાના સુયાથી કાળાભાઈની હત્યા કરી હતી. વેઈટરે કાળાભાઈના ચહેરા તેમજ ગરદન પર 10 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ફરાર થઇ ગયો હતો.  

કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમના પાર્થિવ દેહને ઉપલેટા લાવ્યા હતા. કાળાભાઈ રામભાઈ ઉપલેટાના આહીર સમાજના અગ્રણી હોવાના કારણે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.

Patan: પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઇનમાંથી ફરી મળી આવ્યા માનવ અવશેષો

સિદ્ધપુરઃ પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી ફરી એકવાર માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી ગઇ છે. મહેતા ઓળના મહાડ નજીક પાણી સાથે માનવ અવશેષો નીકળ્યા હતા. માનવ અવેશેષો મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. પાણીની પાઇપ લાઈનો વ્યવસ્થિત સાફ સફાઈ કરવા સ્થાનિકોની માંગ છે.

નોંધનીય છે કે અગાઉ સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે  પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.  પીએમ રિપોર્ટ મુજબ આ માનવ અવશેષો યુવતીના  હોવાનું સામે આવ્યું છે.  અવશેષો પર કોઈ ઇજાના નિશાન નહિ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.  પીએમ રિપોર્ટ મુજબ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.  પોલીસ તપાસમાં મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો પરિવારનો સ્વીકાર છે.  પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસી ટીવીમાં જોવા મળી  તે ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ

Credit Score: ઝડપથી વધારો તમારો ક્રેડિટ સ્કોર, મળશે અનેક ફાયદા, બસ કરવું પડશે આ કામ

Embed widget