શોધખોળ કરો
Advertisement
ઉત્તરાયણમાં ધાબા પર ડી.જે વગાડતા યુવાન સામે રાજકોટમાં ગુનો નોંધાયો, જાણો વધુ વિગતો
ઉત્તરાયણમાં ધાબા પર ડી.જે વગાડતા શખ્સ સામે રાજકોટમાં ગુનો નોંધાયો છે.
રાજકોટમાં આજે ઉત્તરાયણ તહેવારને લઇ સવારથી ધીમે ધીમે માહોલ જામી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને લઇ સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોલીસ સજ્જ છે. ઉત્તરાયણમાં ધાબા પર ડી.જે વગાડતા શખ્સ સામે રાજકોટમાં ગુનો નોંધાયો છે. ભક્તિનગર વિસ્તારમાં આવેલા 50 ફૂટ રોડ નજીક રહેતો શખ્સ ધાબા પર ડીજે વગાડતો હતો. ડી.જે વગાડનાર રમેશ ભરડા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ઝડપ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે ક્યાંક ડાન્સ કરીને તો ક્યાંક ચિક્કીઓનો સ્વાદ માણત માણતા ઉત્તરાયણની મઝા માણી રહ્યાં છે.
પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં 38 ઈમરજન્સી કોલ 108ની ટીમને કરાયા હતા. આખા રાજ્યમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 1000 જેટલા કોલ 108ને મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement