શોધખોળ કરો
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા, યુએસમાં મોટેલ ચલાવતા મૂળ નવસારીના યુવક પર ફાયરિંગ
અમેરિકામાં મોટેલ ચલાવતા મૂળ નવસારીના યુવકની મોટેલમાં કામ કરતા અન્ય શખ્સે હત્યા કરી દેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નવસારીના યુવકની અમેરિકામાં હત્યા ( તસવીર -એબીપી અસ્મિતા)
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. મૂળ સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઇ છે. 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા હતો. તેમની મોટેલમાં ઘરબાર વિનાના બેસી રહેતા એક અમેરિકન શખ્સે જ આ .યુવક પર ગોળી ચલાવી તેમની હત્યા કરી દીધી. જો કે બાદ તે અમેરિકન નાગરિકે પણ આત્મહત્યા કરી લીધી હતી. તેમને પોતાની જાતને ગોળી મારીને સુસાઇડ કરી લીઘી.ક્યાં કારણે યુવકની હત્યા કરાઇ તે મુદ્દે હજુ કોઇ કારણ સામે નથી આવ્યું. યુવકની હત્યાના સમાચાર મળતા તેમના પરિવાર અને સોનવાડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
