(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં પ્રશાસને કોવિડ કેર સેન્ટરને મારી દીધા તાળા, દર્દીઓને હાલાકી પડતાં....
સતત વકરતા કોરોના સંક્રમણને લઈ હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા હતાં.
અમરેલીનાં સાવરકુંડલામાં મંજૂરી વગર ચાલતા કોવિડ કેર સેંટરને પ્રશાસને મારી દીધા તાળા. અમરેલીમાં સતત વકરતા કોરોના સંક્રમણને લઈ હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા હતાં. આ સમયે સુરતની સેવા સમિતિએ સાવરકુંડલાના જેસર રોડ પર આઈસોલેશન સેંટર શરૂ કરી દર્દીઓની શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગુરૂવારે પ્રાંત અધિકારી ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં આઈસોલેશન સેંટરની મંજૂરી ન લેવામાં આવી હોવાથી પ્રાંત અધિકારીએ બંધ કરાવ્યું હતું. આઈસોલેશન સેંટર બંધ કરાતા ત્યાં દાખલ દર્દીઓ હેરાન થઈ ગયા હતાં. જોકે બાદમાં પ્રશાસને તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106, ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10 કેસ સાથે કુલ 10742 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 15 , સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6, વડોદરા-4, મહેસાણામાં 4, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશનમાં 4, અમરેલી-3 , જામનગર કોર્પોરેશમાં 5, જુનાગઢ-7, સુરત-6, પંચમહાલ-3, ભાવનગર કોર્પોરેશન-4, કચ્છ-3, આણંદ-1, જામનગરમાં-4, ભરુચ-3, ગીર સોમનાથ-1, ખેડા-1, પાટણ-2, દેવભૂમિ દ્વારકા-1,ભાવનગર-1,ગાંધીનગર-2, સાબરકાંઠા-2, દાહોદ-1, મહીસાગર-2, નવસારી-1, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-2, અમદાવાદ-1, તાપી-1, છોટા ઉદેપુરમાં 1 દર્દીના મોત સાથે કુલ 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજ્યમાં ગઈકાલે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.