શોધખોળ કરો

વરસાદ બાદ રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 459 કેસ નોંધાયા

રોગચાળો વધી જવાને કારણે હોસ્પિટલોમાં દૈનિક ઓપીડી ડબલ થઇ ગઇ છે. ભેજ અને મચ્છર ઉત્પતિ સમાન વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Rajkot: રાજકોટમાં વરસાદ સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ડેન્ગ્યુના 2, મેલેરિયા ના 1 કેસ સાથે તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 459 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે શહેરના એક લાખથી વધુ ઘરમાં મચ્છરના પોરાનાશક કામગીરી કરી છે.

રોગચાળો વધી જવાને કારણે હોસ્પિટલોમાં દૈનિક ઓપીડી ડબલ થઇ ગઇ છે. ભેજ અને મચ્છર ઉત્પતિ સમાન વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વર્તમાન સ્થિતિમાં રોગચાળાથી બચવા લોકો ઉકાળેલું પાણી પીવે તેવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે. રાજકોટમાં ગત સપ્તાહ જેટલા મનપા દ્વારા રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જોકે સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે. સરકારી આંકડા કરતા અનેક ગણો વધારે રોગચાળો જોવા મળ્યો છે.

હાલમાં જ પડેલા વરસાદને કારણે રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. 

જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે.  રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. 

વડોદરામાં પણ રોચગચાળો વકર્યો

વડોદરામાં વરસાદ બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે. પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગની ભરમારમાં અનેક શહેરીજનો સપડાયા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓની ભરમાર છે અને લાંબી લાઈનોમાં ઉભેલા દર્દીઓની હાલત કફોડી બની છે. એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તાવ, ઝાડા ઉલટી, ટાઈફોડ, કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતની બીમારીમાં દર્દીઓ સપડાયા છે.  કોર્પોરેશનના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget