શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં બપોરે દુકાનો બંધ કરી દેવી પડશે? જાણો આ સમાચારની હકિકત
રાજકોટમાં દુકાનો સવારે 7 થી 4 કલાક સુધી જ ખુલ્લી રાખવામાં આવે તેવો અટકળો વહેતી થઈ હતી. જોકે, આ પ્રકારની કોઈ જાહેરાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી નથી.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટર લોકડાઉનના નિયમો આકરા બનાવી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેની જાહેરાત કરી દેવાઇ છે. પહેલા એવી અટકળો હતી કે, દુકાનો સવારે 7 થી 4 કલાક સુધી જ ખુલ્લી રાખવામાં આવે તેવો નિર્ણય લેવાશે. જોકે, કલેક્ટરે આ પ્રકારની કોઈ જાહેરાત ન કરતાં આ વાતો પણ અફવા સાબિત થઈ છે. રાજ્યમાં અન્ય સ્થળે તમામ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ અપાયો છે ત્યારે આ નિર્ણય રાજકોટ જિલ્લાના દુકાનદારો માટે મોટા ફટકા સમાન સાબિત થાય તેમ હતો અને માંડ માંડ થાળે પડી રહેલા જનજીવનને પણ વ્યાપક અસર થાય તેમ હતી. કલેક્ટરે આ પ્રકારનો કોઈ નિર્ણય ન લેતા દુકાનદારોને રાહત થઈ છે.
કલેક્ટરે મંગળવારથી રાજકોટ જિલ્લામાં ચાની કિટલી અને પાનના ગલ્લા બંધ રાખવા નિર્ણય લીધો છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આજે બપોરે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જિલ્લા કલેક્ટરે 7 દિવસ માટે ચાની કિટલીઓ અને પાન ના ગલ્લા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement