Rajkot: રાજકોટમાં 11 વર્ષીય સગીરનું હાર્ટ અટેકથી મોત, રમતા રમતા ઢળી પડ્યો
11 વર્ષીય સગીર ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો
![Rajkot: રાજકોટમાં 11 વર્ષીય સગીરનું હાર્ટ અટેકથી મોત, રમતા રમતા ઢળી પડ્યો An 11 year old minor died of a heart attack in Rajkot Rajkot: રાજકોટમાં 11 વર્ષીય સગીરનું હાર્ટ અટેકથી મોત, રમતા રમતા ઢળી પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/294afc08c1aa92c3672e02cfc2759630173251762618174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 11 વર્ષીય સગીરનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં 11 વર્ષના સગીરનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 11 વર્ષીય સગીર ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો જેના કારણે તે ઢળી પડ્યો હતો. દેવરાજ કારેલિયાન નામના સગીરને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.
અમરેલીમાં હાર્ટ અટેકથી 24 વર્ષીય યુવકનું મોત
અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં ગરબા રમતા રમતા ઢળી પડ્યો અને તેનું હાર્ટ અટેકથી મોત નીપજ્યુ હતુ. રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં મહેમાનો ગરબા રમી રહ્યા હતા. દરમિયાન 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો, જેનું હાર્ટ અટેકથી મોત થઇ ગયુ હતુ. મૃતક યુવાનનું નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતાં પ્રસંગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે. અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે.
જામનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)