Accident: જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એક યુવકનું ઘટના સ્થળે જ મોત
રાજકોટ: જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ જ મૃત્યુ થયું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ: જિલ્લાના જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ જ મૃત્યુ થયું છે જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં 108 મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ હજી થઈ નથી પ્રાથમિક વિગત મળી રહી છે એ મુજબ યુવક પરપ્રાંતિય છે અને જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ફુવા ખોદવાનું કામ કરે છે. કારચાલકના કહેવા મુજબ બાઈક ચાલક તેમજ તેની પાછળ બેઠેલ યુવક બંને દારૂના નશાની હાલતમાં હતા જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.
ભાવનગરની આ કંપનીમાં થયો બ્લાસ્ટ
ભાવનગર: શહેરમાં આવેલી સુમીટોમો કંપનીમાં અચાનક જ કોઈ યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટ થયોએ સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જે યુનિટમાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા બજેટમાં શું કરવામાં મોટી જાહેરાત ?
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. પ્રવાસન વિભાગનું બજેટ જાહેર કરતાં કનુ દેસાઈએ કહ્યું, એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની હું જાહેરાત કરું છું.