Rajkot: રાજકોટમાં યુવતી પર બળાત્કાર, ભાવનગરના ASIના પુત્ર પર આરોપ
રાજકોટમાં યુવતી સાથે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી
રાજકોટમાં યુવતી સાથે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવતી પર બળાત્કાર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના ASIના પુત્રએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. આરોપ છે કે ફેસબુકના માધ્યમથી ભાવનગરના ઉમરાળાના રાજદીપ પ્રવીણસિંહ ગોહિલ સાથે યુવતીનો પરિચય થયો હતો. રાજકોટમાં કાફેમાં યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનો આરોપ છે. રાજદીપને પાણી પુરવઠા બોર્ડમાં નોકરી મળતા યુવતીને તરછોડી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાર્લરોની કેબીનોમાં કાળા કામ કર્યા હોવાનો ફરિયાદમાં સ્ફોટક ઉલ્લેખ પણ કર્યો છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવક રાજદીપ અને ભોગ બનનાર યુવતી 2017-18 માં સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. બાદમાં બંને અનેક વખત પાર્લરમાં અને એકાંતમાં મળ્યા હતા. રાજદીપને પાણી પુરવઠા બોર્ડમાં સરકારી નોકરી મળી જતા યુવતીને મળવાનું ઓછું કરી નાખ્યું હતું. સરકારી નોકરી મળી જશે એટલે તારી સાથે લગ્ન કરીશ તેવું વચન યુવકે આપ્યું હતું.
‘કોઇએ દારૂ પીને લગ્નમાં ન આવવું’, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ લગ્નની કંકોત્રી
રાજકોટઃ રાજકોટના હડાળા ગામના કોળી પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. હડાળા ગામના મનસુખભાઈ સીતાપરાની દીકરીના લગ્ન હતા. સમાજ વ્યસનમુક્ત બને તે માટે મનસુખભાઈએ આ અનોખી પહેલ કરી હતી. તેમણે લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને ન આવવું. સોશિયલ મીડિયામાં લગ્નની આ કંકોત્રી ખૂબ વાયરલ થઈ રહી છે. આ મતે વર્ષ 2012માં કોળી સમાજે મીટિંગ કરી હતી. જેમાં દારૂ પીને આવનારાને 501 રૂપિયાનો દંડ નક્કી કરાયો હતો. મનસુખભાઈનું કહેવું છે કે, મારે સમાજ અને ગામને વ્યસન મુક્ત બનાવવો છે.
મનસુખભાઈની દીકરીના લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતુ કે મહેરબાની કરીને દારૂ પીને લગ્નમાં આવવું નહીં. ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાના આ નિર્ણય ને વધાવી લીધો હતો.
હડાળા ગામના મોટાભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે આ ગામમાં પણ ખેતીનું કામ કરતા મનસુખભાઈ સીતાપરા દીકરીના લગ્ન છે મનસુખભાઈ સીતાપરાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું કે દારૂ પીને કોઈએ લગ્નમાં આવવું નહીં. નોંધનીય છે કે વર્તમાન સમયમાં લગભગ દરેક સમાજના લગ્ન પ્રસંગમાં દારૂનું દુષણ જોવા મળે છે.મનસુખભાઈએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારે સમાજ ગામ અને પરિવારોને વ્યસન મુક્ત બનાવવા છે. 2012માં કોળી સમાજે બેઠક કરી હતી જેમાં દારૂ પીને આવનારને 501 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
મનસુખભાઈની આ પહેલને હડાળા ગામના લોકોએ પણ આવકારી લીધી છે. ગામના પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ મનસુખભાઈ સમાજ સુધારણાની વારંવાર પ્રશંસા કરી હતી. ગામના પૂર્વ સરપંચે પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજની અંદર દારૂનું દુષણ વધતું જાય છે ત્યારે સમાજની અંદર આ રીતના નિયમો બનાવવાની જરૂર છે