![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot: જેતપુર યાર્ડમાં વેપારીને માર મારી બોલેરો કારથી કચડવાનો પ્રયાસ
જેતપુર માર્કેટ યાર્ડમા મરચા ભરીને આવેલા બોલેરો ચાલકે વેપારી સાથે માથાકૂટ કરી ત્રણથી ચાર વેપારીને માર મારી પોતાની પાસે રહેલ બોલેરો ગાડીથી કચડવાનો પ્રયત્ન કર્યો હતો.
![Rajkot: જેતપુર યાર્ડમાં વેપારીને માર મારી બોલેરો કારથી કચડવાનો પ્રયાસ An attempt to run a car over a businessman in Jetpur Market Yard Rajkot: જેતપુર યાર્ડમાં વેપારીને માર મારી બોલેરો કારથી કચડવાનો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/489940e0ef4ad4b450f59624a61026b5170809108622378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જેતપુર: જેતપુર માર્કેટ યાર્ડમા મરચા ભરીને આવેલા બોલેરો ચાલકે વેપારી સાથે માથાકૂટ કરી ત્રણથી ચાર વેપારીને માર મારી પોતાની પાસે રહેલ બોલેરો ગાડીથી કચડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ગંભીર ઘટનામાં વેપારીઓ મોટા પ્રમાણ ભેગા થતા બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ વેપારીઓમાં રોષ છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો વેપારી એસોસિએશને નિર્ણય કર્યો છે.
જેતપુર માર્કેટ યાર્ડમા આજે સવારે મરચા ભરી આવેલ બોલેરો ચાલક મરચા ભરી આવેલ અને વેપારીને ગાડી લેવાનું કહેતા વેપારી દ્વારા જગ્યા ન હોવાનું કહેતા બોલેરો ચાલક ગુસ્સે ભરાઈ વેપારીને ગાળો આપી માર મારવા લાગેલ ત્યારે આજુબાજુના વેપારી ભેગા થતા અન્ય ત્રણ વેપારીને બોલેરો ચાલકે માર મારતા વેપારી ગુસ્સે ભરાયા હતા ત્યારે વેપારીઓનું ટોળું ભેગું થતા બોલેરો ચાલક વેપારી ઉપર બોલેરો ચડાવવાનો પ્રયત્ન કરેલ ત્યારે વેપારી મોટા પ્રમાણમાં ભેગા થઈ જતા બોલેરો ચાલક બોલેરો લઈ નાસી છૂટ્યો હતો.
વેપારીઓ દ્વારા ઈજાગ્રસ્ત વેપારીઓને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વેપારીઓ મોટા પ્રમાણમાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને યાર્ડ ચેરમેન અને વેપારી એસોસિએશના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વેપારી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર યાર્ડમાં અવારનવાર આજ રીતે માથાકૂટની ઘટનાઓ બને છે. જ્યાં સુધી આવા લોકો ઉપર કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વેપારી એસોસિએશન દ્વારા અચોક્સ મુદત સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી એક વ્યક્તિની ઘરપકડ કરી છે અને ફરાર થયેલ બોલેરો ચાલકને પકડવા કામગીરી હાથ ધરી છે.
અંધશ્રદ્ધાનો શિકાર બની રાજકોટની પરિણીતા
રાજકોટની એક 22 વર્ષીય પરિણીતા અંધશ્રદ્ધાનો શિકાર બની હતી. મળતી જાણકારી અનુસાર, પરીણિતા પોતાના પતિથી છૂટાછેડા લીધા બાદ એકલી રહેતી હતી. તેણી પોતાના ત્રણ વર્ષના બાળકને પરત લેવા માટે અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ ગઇ હતી. પરિણીતાને અંધશ્રદ્ધામાં ફસાવી અમરેલીના ભુવા સહિત 6 શખ્સોએ પરીણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં પતિથી અલગ થયા બાદ એક પરીણિતા મુશ્કેલીમાં ફસાઇ હતી. જેના કારણે અમરેલીના એક વ્યક્તિએ મેલી વિદ્યાના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ભુવા સિવાય અન્ય છ શખ્સોએ પણ પરીણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે પરીણિતાએ અમરેલીના મુકેશ ભેસાણીયા અને તેની પત્ની રાધિકા ઉપરાંત વિસાવદરના સુનીલ રાવળદેવ, દિનેશ રીબડીયા અને એક અજાણ્યો ભુવો તથા રાજકોટની ભારતી પ્રકાશ ગોંડલીયા સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)