શોધખોળ કરો

રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે

રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યે સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે

રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યે સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે. સોમવારે 12 કલાકમાં 1119 દબાણગ્રસ્ત મકાન તોડી પડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં તમામ કાટમાળ પણ ઉપાડી લેવાશે. પહેલાં દિવસે 1 હજાર, 119 ગેરકાયદે મિલકતો તોડી પડાઈ હતા. બાકીની 300 મિલકતો આજે બપોરના 3 વાગ્યા સુધીમાં તોડી દેવાશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના અનુસાર, TP રોડ ખુલ્લો કર્યા બાદ તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવશે.  દબાણો દૂર થવાથી ચોમાસામાં આજી નદી કાંઠાના વિસ્તારમાં પાણીનો ભરાવો નહીં થાય. જંગલેશ્વરના અસરગ્રસ્તો માટે રાહતની વાત એ કે નવા બનતા 3 હજાર આવાસમાં તેમને પ્રાથમિકતા અપાશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા કે જંગલેશ્વર વિસ્તાર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. હત્યા, મારામારી, બળાત્કારના અનેક આરોપી જંગલેશ્વરમાંથી ઝડપાયા હતા. 

2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત

આજી નદીના કિનારે ઉપરાંત ટી.પી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલ 87 હજાર ચોરસ મીટરમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવાની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. અલગ અલગ સાત ઝોનમાં વહેંચીને અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની હાજરીમાં આ મેગા ડિમોલિશનની કામગીરી કવામાં આવી રહી છે.  સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં એક હજાર 26 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે. 25 જેટલા ડ્રોન કેમેરાથી મેગા ડિમોલિશનની કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે.  મેગા ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાએ વિશેષ કંન્ટ્રોલરૂમ પણ શરૂ કર્યો છે. જ્યાંથી  મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દબાણો હટાવવા માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર, 260થી વધુ મશીન અને એક હજાર 450 જેટલા શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે.  બહુમાળી ઈમારતોને પણ ધરાશાયી કરવામાં આવી રહી છે. સરકારી જગ્યામાં અંદાજિત 400થી 500 વારમાં ત્રણ માળના કારખાનાને પણ તોડી પાડવામાં આવ્યું છે. એટલુ જ નહીં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુરઘા ગેંગના સાગરિતોના મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

આજી નદી વિસ્તારમાં દબાણો દૂર થતાં ચોમાસામાં પાણીના પ્રવાહને નીકળવામાં અવરોધ નહી થાય. પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ડીમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરવામાં આવી હતી. નવા બનતા 3000 આવાસમાં પ્રથમ પ્રાયોરિટી જંગલેશ્વરના અસરગ્રસ્તોને આપવામાં આવશે. દબાણો દૂર કરી 87000 ચોરસ મીટર સરકારી જગ્યા દૂર કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઈમ દ્વારા બંદોબસ્તને લઈને માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget