Divya Darbar: બાબાએ નેતાઓને રોકડું પરખાવ્યું, પાર્ટી માટે મદદ માંગવા મારી પાસે ન આવવું
Divya Darbar: રાજકોટ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જીવન જીવવાની કળા લોકોએ રાજકોટવાસીઓ પાસેથી શીખવી જોઈએ.
![Divya Darbar: બાબાએ નેતાઓને રોકડું પરખાવ્યું, પાર્ટી માટે મદદ માંગવા મારી પાસે ન આવવું Baba dhirendra shastri divya darbar latest news in rajkot Divya Darbar: બાબાએ નેતાઓને રોકડું પરખાવ્યું, પાર્ટી માટે મદદ માંગવા મારી પાસે ન આવવું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/986216ea4179dd2d4b2775ac745e7b901685638347710397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Divya Darbar: રાજકોટ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જીવન જીવવાની કળા લોકોએ રાજકોટવાસીઓ પાસેથી શીખવી જોઈએ. બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે. બાબાએ કહ્યું કે, જીવવાનું શીખવું હોય તો કુછ દિન ગુજારો રાજકોટ મે. રામ રક્ષા સ્તોત્રની પંક્તિઓનું પઠન કરી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબારની શરૂઆત કરી હતી.
દિવ્ય દરબાર ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.
શાંતિ મંત્રની જગ્યાએ બાબા બાગેશ્વર દ્વારા ક્રાંતિ મંત્ર આપવામાં આવ્યો. કોઈ પાર્ટી સાથે મારે મતલબ નથી. રાજનેતાઓને પણ કહું છું પાર્ટી માટે મદદ માંગવા ન આવું. આવવું હોઈ તો બાબા બાગેશ્વરના દર્શન માટે આવજો. મારી માએ મને કહ્યું તને ડર નથી લાગતો. મે કહ્યું મા હિન્દુ રાષ્ટ્ર માટે અને સંતોના રક્ષણ માટે મરી મીટવા પણ તૈયાર છું.
દિવ્ય દરબારમાં હાજર રહેનાર લોકોને બાબાએ સ્ટેજ પર બોલાવ્યા હતા. બાબાએ ઉપર બોલાવેલા લોકોની કહ્યા વગર મનની વાત જાણી હતી. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નેહાબેન સાથે બાબએ વાત કરી હતી. નેહા બેનને મીડિયા સાથે વાતચીત કર્યું કે, મારો દીકરો નાપાસ થયો હતો તેની મને ચિંતા હતી તે બાબતે બાબાએ મારી સાથે વાતચીત કરી.
તો રાજકોટના બિઝનેસમેન ચેતન પટેલ સાથે પણ બાબાએ વાત કરી હતી. ચેતન પટેલે કહ્યું કયા વગર બાબાએ મારા મનની વાત જાણી, મારા પર દેવું છે તે વાત કરી. તો મોરબીથી આવેલા ચેતનભાઇ ચાવડાએ કહ્યું આજે મારી દીકરીનો બર્થ ડે છે મેં બાબા સાથે વાત કરી ન હતી.. આમ છતાં તેમને મને કહ્યું કે તારી દીકરીનો બર્થ ડે છે.
આજે આ દીવ્ય દરબારમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા સહિતના નેતાઓએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારોએ પણ આશીર્વાદ મેળવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)