Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Parshotam Rupala: પરષોતમ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપે ડેમેજ કંટ્રોલ શરુ કરી દીધુ છે. ભાજપ સમર્થિત ક્ષત્રિય નેતાઓનું રાજકોટના ગોંડલમાં સંમેલન યોજાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું છે.
Parshotam Rupala: પરષોતમ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપે ડેમેજ કંટ્રોલ શરુ કરી દીધુ છે. ભાજપ સમર્થિત ક્ષત્રિય નેતાઓનું રાજકોટના ગોંડલમાં સંમેલન યોજાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું છે. આ બેઠકમાં પુરષોતમ રૂપાલાની માફીને માન્ય રાખવાનો મત વ્યકત કર્યો છે.
પરસોતમ રૂપાલાનું સંબોધન
પરસોતમ રૂપાલાએ પોતાના સંબોધનમાં સૌ પ્રથમ બધા ક્ષત્રિયોને રામ રામ કહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ઢોલ નગારાંથી સ્વાગત ક્ષત્રિય સમાજ સિવાય કોઈ કરી ન શકે. મને સામા લેવા ગણેશ આવ્યા. આજના કાર્યક્રમમાં યજમાન જયરાજસિંહ જાડેજા છે. મારાથી આ બોલાયું એનો મને રંજ છે. આનાથી મોટો અફસોસ મને મારી જિંદગીમાં ક્યારેય નથી થયો. આ સમાજ વચ્ચે બે હાથ જોડીને માફી માગું છું.
હું કાર્યક્રમમાં જતો હોઉ તેમ મારૂ સ્વાગત કરાયું. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો. મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભ લપસી ક્યારેય આવુ થયુ નથી. મારી પાર્ટીને મારા કારણે આજે સાંભળવું પડ્યું. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છુ. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું. જયરાજસિંહનો પણ રૂપાલાએ માન્યો આભાર માન્યો હતો.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સંબોધન
પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ. આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવીએ તો આપણે માફી આપી દઈએ. મારે પી.ટી જાડેજાને યાદ કરવો છે,પી.ટી જાડેજાને નાલાયક કહ્યા. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો જતો. તમે સમાજને ગુમરાહ ન કરો,એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. પી.ટી જાડેજા પર જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહારો કર્યા.
આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપી હતી. સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે.
ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે. સોશલ મીડિયાના સવાલોનો જવાબ હું નથી આપતો. જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.