શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા દિગ્ગજ નેતાએ ગુજરાતના ખેડૂતોને મગફળીની ખરીદીમાં રાહત આપવાની કરી માંગ? કોને કરી રજૂઆત?
ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રાહત આપવાની માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે.
રાજકોટઃ ગુજરાતમાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. ત્યારે ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રાહત આપવાની માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે. તેમણે રજૂઆત કરી છે કે, વરસાદને લઈને મગફળી વજન ઘટ્યું છે. ગયા વર્ષે ટેકાના ભાવે ખરીદી માટે બારદાનમાં 30 કિલો વજનના નિયમ હતો. આ વર્ષે મગફળી બારદાનમાં 25 કિલોનો નિયમ સરકાર કરે, તેવી માંગ કરી છે.
તેમની રજૂઆત છે કે, વરસાદની બીકે કાચી હોવા છતાં ખેડુતોએ મગફળી ઉપાડી લીધી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડુતોને રાહત આપવા માટે મોહન કુંડાયારિયાએ રૂપાલાને રજુઆત કરી છે. કેદ્ર સરકારમાં મંત્રી રૂપાલા વજન બાબતે રાહત આપવા રજુઆત કરશે. હું પણ ખેડુતોને રાહત આપવા માટે રજુઆત કરીશ, તેમ મોહન કૂડારિયાએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement