શોધખોળ કરો
સુરતઃ કઈ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જ દિગ્ગજ નેતાએ નોંધાવી ઉમેદવારી? જાણો સંપૂર્ણ વિગત
પહેલા ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હવે વ્યારા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે ઉમેદવારી પત્રક ભર્યું છે.

પ્રતિકાત્મક તસવીર.
સુરત: ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી લડવા ધારાસભ્યોની લાઈન લાગી છે. 9100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા ધારાસભ્યને રસ લાગ્યો છે. પહેલા ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હવે વ્યારા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે ઉમેદવારી પત્રક ભર્યું છે. એટલું જ નહીં, ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને હરાવા ભાજપના જ નેતાઓ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલને હરાવવા પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે ફાર્મ ભર્યું હતું. વિધાનસભાની ચૂંટણી લડનારા હવે ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં ઝંપલાયા છે.
વધુ વાંચો





















