Board Result: રાજકોટમાં આ ખેડૂત પુત્રએ મેદાન માર્યુ, ધોરણ 10માં મેળવ્યા 99.99 પર્સન્ટેજ
આજે આવેલા ગુજરાત એસએસસી બોર્ડના પરિણામમાં રાજકોટના ખેડૂત પુત્રએ ધોરણ 10માં 99.99 પર્સન્ટેજ મેળવીને બધાને ચોંકાવી દીધા છે.
Board Result: આજે એસએસબી બૉર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ચૂક્યુ છે. ગુજરાત સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડ - SSCએ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધુ છે. આજે આ પરિણામ વિદ્યાર્થીઓ ઓનલાઇન ચેક કરી શકે છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પરથી પરિણામ જોઇ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વૉટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ બધાની વચ્ચે રાજકોટના પરિણામમાં એક ખેડૂત પુત્રએ મેદાન માર્યુ છે. જાણો વિગતે....
માહિતી પ્રમાણે, આજે આવેલા ગુજરાત એસએસસી બોર્ડના પરિણામમાં રાજકોટના ખેડૂત પુત્રએ ધોરણ 10માં 99.99 પર્સન્ટેજ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. રાજકોટમાં ગામી રુદ્ર જીતેન્દ્રભાઈ નામના વિદ્યાર્થીએ 99.99 PR પર્સન્ટેજ મેળવ્યા છે, આ વિદ્યાર્થી મૂળ તલાલા ગીરનો રહેવાસી છે, અને તેના પિતા એક ખેડૂત છે. જોકે, રુદ્ર ગામી રાજકોટમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે.
Rajkot: ધોરણ 10માં રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા પરિણામ, જાણો A1 અને A2માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા.....
Rajkot: રાજ્યભરમાં આજે ગુજરાતમાં સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડ - SSCએ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યુ છે, વિદ્યાર્થીઓ આજના પરિણામને ઓનલાઇન ચેક કરી શકે છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પર પરિણામ લાઇવ થઇ ગયુ છે, એટલુ જ નહીં વિદ્યાર્થીઓ વૉટ્સએપ પર દ્વારા પર પરિણામ જાણી શકે છે. આ બધાની વચ્ચે અહીં રાજકોટના પરિણામની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં 72 ટકાથી વધુ પરિણામ આવ્યુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 72.74 % ટકા આવ્યુ છે. સારુ પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જિલ્લામાં આ વખતે કુલ 38700 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 843 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 4329 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ હાંસલ કર્યો છે. રાજકોટની અલગ અલગ સ્કૂલમાં પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ક્યાંક ખુશીના ગરબા પણ રમાઇ રહ્યાં છે.
SSC Result: ધોરણ 10ના પરિણામમાં રાજ્યમાં કયુ સેન્ટર રહ્યું ટૉપ પર, કેટલા ટકા આવ્યુ રિઝલ્ટ ? જાણો
આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યુ છે, પરિક્ષામાં કુલ 741411 રેગ્યુલર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યુ છે, જ્યારે સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યુ છે.
આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા સાથે ટૉપ પર રહ્યો છે, સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા રહ્યું છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળાઓ રાજ્યમાં કુલ 1084 નોંધાઇ છે. આ પરિણામ સાથે જ ગુજરાતી વિષયમાં 16 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ વખતે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે, તેઓનું પરિણામ 13.09 ટકા આવેલુ છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વૉટ્સએપ મારફતે પણ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.
આ રીતે તમે પરિણામ ચેક કરી શકશો -
સ્ટેપ-1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ
સ્ટેપ-2: તે પછી હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: બાદમાં વિદ્યાર્થીઓના લોગિન ક્રેડિશિયલ દાખલ કરો
સ્ટેપ-4 : હવે વિદ્યાર્થીનું પરિણામ તેમના કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાશે
સ્ટેપ-4: તે પછી વિદ્યાર્થી પરિણામ ડાઉનલોડ કરો
સ્ટેપ-5: અંતે વિદ્યાર્થીઓ પરિણામની હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લઇ લે.
ધોરણ 10ની પરીક્ષાઓ 14 માર્ચ, 2023 થી 28 માર્ચ, 2023 સુધી યોજાઈ હતી. ગુજરાત SSC પરીક્ષા 2023 માટે 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શાળાઓમાંથી પોતાની માર્કશીટ લેવાની રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI