શોધખોળ કરો
પોતાને હોમ ક્વોરેન્ટાઈન કરવાને લઈને કોંગ્રેસના કયા ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો? જાણો વિગત
સમગ્ર ગુજરાત કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ પોતાને હોમ કોરેન્ટાઈન કરવા મામલે રાજકોટ કલેક્ટરને પત્ર લખ્યો છે.

રાજકોટ: સમગ્ર ગુજરાત કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ પોતાને હોમ કોરેન્ટાઈન કરવા મામલે રાજકોટ કલેક્ટરને પત્ર લખ્યો છે. પોતાને ફરજીયાત હોમ ક્વોરેન્ટાઈન થવાના પગલા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જમાવ્યું હતું કે, રાજકીય દબાણવસ મને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.
લલીત વસોયાએ લખેલો પત્ર...
જય ભારત સાથે... મે તારીખ 7-5-2020ના રોજ મારે સુરતથી મારા વિસ્તારન વતન પરત ફરવા માગતા લોકોને અગવડતા પડી રહી છે. તેમને મદદરૂપ થવા હું સુરત જવા માગું છુંનું કારણ બતાવી આપશ્રી પાસે મે ઓનલાઈન પરમિશન માંગેલ. આપે મને દિવસ સુરત જવાની પરમિશન આપેલ. હું સુરતથી નિયત સમયમાં પરત ફરેલ ત્યાં મેં સોશિયલ ડિસ્ટન્સ જાળવેલ નિયમોનું બરાબર પાલન કરેલ. હું સુરતથી પરત ફરતા જ મને આપના તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઈ કરી દેવામાં આવ્યો...
મારો આપશ્રી ને બહુ સ્પષ્ટ સવાલ છે કે ગુજરાત સરકારના મંત્રી, સાંસદો બીજા જીલ્લાની મુલાકાતે જાય છે. તો તેમને હોમક્વોરેન્ટાઈન કરવામાં નથી આવતાં... આપ કહેશો તો અનેક મંત્રીશ્રી સાંસદના બીજા જીલ્લાના પ્રવાસના પુરાવાઓ આપવા તૈયાર છું. આપ એમને હોમ ક્વોરેન્ટાઈન કરશો? મારો બહુ સ્પષ્ટ આક્ષેપ છે કે મને રાજકીય પ્રેશરના કારણે જ આપના તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
