શોધખોળ કરો

કોંગ્રેસના ક્યા ધારાસભ્ય કોરોના થયો હોવા છતાં માર્કેટ યાર્ડની ચૂંટણીના સ્થળે આવતાં લોકોએ હોબાળો કરતાં ભાગવું પડ્યું ? 

મતદારોએ લલિતભાઈની કારને રોકી રોષ વ્યક્ત કર્યો હતો. જો તે કોરોનાગ્રસ્ત છે તો તેમણે ન આવવું જોઈએ, તેમ જણાવ્યું હતું. વિરોધ થતાં લલિત કાગથરા પોતાની કાર લઈને મતદાન કેન્દ્ર પરથી રવાના થયા હતા. 

મોરબી: ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને મોરબી માર્કેટિંગ યાર્ડ (Morbi Marketing Yard)ની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર લલિત કાગથરા (Lalit Kagathar) પીપીઇ કીટ પહેરીને યાર્ડમાં પહોંચતા મતદારોએ રોષ ઠાલવ્યો હતો. મતદારોએ લલિતભાઈની કારને રોકી રોષ વ્યક્ત કર્યો હતો. જો તે કોરોનાગ્રસ્ત છે તો તેમણે ન આવવું જોઈએ, તેમ જણાવ્યું હતું. વિરોધ થતાં લલિત કાગથરા પોતાની કાર લઈને મતદાન કેન્દ્ર પરથી રવાના થયા હતા. 

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ ખેડૂત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર લલિત કાગથરાના સમર્થનમાં પહોંચેલા ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya)એ નિવેદન આપ્યું હતું કે, ભાજપ સહકારી ક્ષેત્રમાં એકચક્રી શાસન ચલાવે છે. લલિત કગથરાના પીપીઇકીટ પહેરીને આવવા અંગે નિવેદન આપ્યું હતું કે, લલિત કગથરા નિયમ મુજબ પીપીઇ કીટ પહેરીને આવ્યા છે. 

આજે યોજાઈ રહેલ મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી મામલે ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવાર લલિત કગથરાને કોરોના હોવા છતાં પીપીઈ કીટ પહેરીને આવતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ (Mohan Kundariya) પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના થયો હોઈ તેને સરકારે ચૂંટણીમાં છેલ્લી એક કલાક મતદાન માટે આપી છે, પરંતુ માનવતાના ધોરણે આવી રીતે આંટા ન મારવા જોઈએ તેમ કહ્યું હતું. કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી સમયે આંટા મારી કોરોના ન ફેલાવવા મોહનભાઇએ અપીલ કરી હતી. 

મોરબી એપીએમસી ચૂંટણીને લઈને લલિત કગથરાએ નિવેદન આપ્યું હતું. કોરોના થવા છતાં પીપીઈ કીટ પહેરીને ચૂટણીમાં ઉતરશે. પીપીઈ કીટ પહેરીને મોરબી માર્કેટીંગયાર્ડની ચૂંટણીમાં ઉભો રહીશ, તેમ લલીત કગથરાએ જણાવ્યું હતું. મતદારોને કોઈ અફવામાં ન આવવા કરી અપીલ કરી હતી. મેદાન છોડીને જાઉં એ લલિત કગથરા નહીં.

આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે. સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાશે. સહકાર પેનલમાંથી યાર્ડના વર્તમાન ચેરમેન મગન વડાવીયા અને ખેડૂત પરિવર્તન પેનલમાંથી ટંકારાના ધારાસભ્ય લલિત કાગથરા ઉમેદવાર છે. ખેડૂત વિભાગની 10 બેઠક 21 ઉમેદવારો 1470 મતદારો છે. વેપારી મંડળીમાં 8 ઉમેદવારો 144 મતદારો છે.  વહીવટી મંડળીમાં 3 ઉમેદવારો 35 મતદારો માર્કેટિંગ યાર્ડખાતે મતદાન કરશે. મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ

રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે

NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....

Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....

Ahmedabad: દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રારંભ

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા

Embed widget