શોધખોળ કરો
Advertisement
રાજકોટ આગકાંડઃ ખોડિયાર માતાના ભક્ત કેશુભાઈને શનિવારે મળવાની હતી રજા પણ એ પહેલા મોત આંબી ગયું
આ દુર્ઘટનામાં રતનપર ગામના કેશુભાઈ અકબરીનું મોત થયું છે. આવતી કાલે કેશુભાઈને રજા આપી દેવાના હતા, પરંતુ આગે તેમનો ભોગ લઈ લીધો છે.
રાજકોટઃ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ દુર્ઘટનામાં રતનપર ગામના કેશુભાઈ અકબરીનું મોત થયું છે. તેમના દીકરા વિવેક અકબરીએ તટસ્થ તપાસની માગ કરી છે. મૃતકના મિત્ર રમેશ હીરાણીએ હોસ્પિટલ પર કર્યા આકરા પ્રહારો કર્યા છે. રતનપર ગામના આગેવાન રામદેવસિંહ ઝાલાએ તપાસની માગ કરી છે. અત્યાર સુધીમાં 3.50 લાખ રૂપિયા 10 દિવસના ભર્યા છે. આવતી કાલે કેશુભાઈને રજા આપી દેવાના હતા, પરંતુ આગે તેમનો ભોગ લઈ લીધો છે.
કેશુભાઈ અકબરી રતનપરમાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવી રહ્યા છે. મંદિરનું મોટા ભાગનું કામ કેશુભાઈએ પૂર્ણ કરાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement