શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા શહેરમાં કોરોનાનું ભયાનક ચિત્ર આવ્યું સામે? ટેસ્ટિંગ બુથ પર 50 ટકા પોઝિટિવ રેસિયોથી ખળભળાટ

રાજકોટમાં કોરોનાનું ભયાનક ચિત્ર સામે આવ્યું છે.  રૈયા ચોકડી ટેસ્ટિંગ બુથ પર લોકોની ટેસ્ટ માટે લાંબી કતારો લાગી છે. માત્ર એક ટેસ્ટિંગ બુથ પર 50 ટકા પોઝિટિવ રેસિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 

રાજકોટઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona) એ કાળો કેર વર્તાવ્યો છે. દૈનિક કેસો 3 હજારની નજીક પહોંચી ગયા છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ના શહેર રાજકોટ Rajkot)માં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટમાં કોરોનાનું ભયાનક ચિત્ર સામે આવ્યું છે.  રૈયા ચોકડી ટેસ્ટિંગ બુથ (Corona testing booth) પર લોકોની ટેસ્ટ માટે લાંબી કતારો લાગી છે. માત્ર એક ટેસ્ટિંગ બુથ પર 50 ટકા પોઝિટિવ રેસિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ટેસ્ટિંગ બૂથ પર 35 ટેસ્ટ કરતા 15 પોઝિટિવ દર્દી નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવામાં આવશે.

ગુજરાતની વિજય રૂપાણી (Vijay Rupani) સરકારે રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુ (Gujarat Night Curfew) લાદી દીધો છે તેની સામે કચવાટ છે. કોરોના કહેરના કારણે રાત્રી કર્ફયુનો વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે અને તેમણે રાત્રિ કરફ્યુ હટાવીને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન (Weekend Lockdown) લાદવાની રજૂઆત કરી છે. રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શહેર હોવાથી રૂપાણી આ દરખાસ્ત સ્વીકારે એવી શક્યતા નકારી શકાય નહીં.

શું છે ફોર્મ્યુલા

રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નાઈટ કરફ્યુના કારણે ધંધા પડી ભાંગતાં રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ R(ajkot Chamber of Commerce) સાથે 80 વેપારી સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટમાં રાત્રી કર્ફયુ હટાવી શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ કર્ફયુ લાદીને લોકડાઉન મૂકવાની ફોર્મ્યુલા રજૂ કરાઈ હતી. વેપારીઓની આ રજૂઆતને સ્વીકારીને ચેમ્બર્સ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રાખવાની રજૂઆત કરી રાત્રી કર્ફયુ ની મુક્ત ની માંગ રજૂ કરશે. વેપારી વર્ગને પોલીસ દ્વારા હેરાનગતિ અને ગુનેગાર જેવુ વર્તન થતું હોવાનો મુદો પણ બેઠકમાં ચમક્યો હતો.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો (Active Cases) આંક ૧૪ હજારને પાર થયો છે. હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ  ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget