શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ એક જ પરિવારના ચાર સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, ક્યાંથી આવ્યો હતો પરિવાર?
ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પતિ- પત્ની અને ૨ બાળકોને કોરોના થયો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગોંડલ તાલુકાના વાસાવડ ગામે કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પતિ- પત્ની અને ૨ બાળકોને કોરોના થયો છે.
મળતી વિગતો પ્રમાણે આ પરિવાર મુંબઈથી વાસાવડ આવ્યો હતો અને હોમ ક્વોરેન્ટાઇનમાં હતા. અહીં તેમના કોરોનાના સેમ્પલ લેવાયા હતા, જે આજે પોઝિટિવ આવ્યા છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી જિલ્લામાં 80 એક્ટિવ કેસો છે. જ્યારે 87 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1592 પર પહોંચ્યો છે. ગઈ કાલે 389 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17829 દર્દીઓ સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion