શોધખોળ કરો
Advertisement
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે આજે આવશે કોરોના રસી, જાણો સૌરાષ્ટ્ર માટે કેટલા ડોઝ આવશે
મુંબઈથી હવાઈમાર્ગે સીધો વેક્સિનનો જથ્થો રાજકોટ આવશે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે વેક્સિનનો જથ્થો આવશે.
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે કોરોના સામેની સંજીવની આખરે આવી ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આજે આવશે. સૌ પ્રથમ રાજકોટના રિજનલ વેક્સિન સ્ટોરમાં 77 હજાર ડોઝ પહોંચાડવામા આવશે. બાદમાં અહીંથી 8 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનનું વિતરણ કરાશે.
મુંબઈથી હવાઈમાર્ગે સીધો વેક્સિનનો જથ્થો રાજકોટ આવશે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે વેક્સિનનો જથ્થો આવશે. સુરત સહિત દક્ષિણ માટે 93 હજાર 500 ડોઝ આવશે. 16 તારીખથી સુરતના 22 સ્થળો પર આરોગ્યકર્મીઓને રસી અપાશે. તો વડોદરામાં પણ આજે બાય રોડ વેક્સિનનો જથ્થો આવશે.
વડોદરા તથા આસપાસના 7 જિલ્લા માટે સેંટ્રલ વેક્સિન સ્ટોરમાં 94 હજાર 500 ડોઝ આજે પહોંચશે. અહીં કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો આવ્યા બાદ વડોદરા શહેરને 16 હજાર 400 ડોઝ, વડોદરા જિલ્લામાં 10 હજાર 438 ડોઝ, નર્મદા જિલ્લામાં 4 હજાર 215 ડોઝ, છોટા ઉદેપુર જિલ્લામાં 5 હજાર 879 ડોઝ, ભરૂચ જિલ્લામાં 10 હજાર 119 ડોઝ દાહોદ જિલ્લામાં 12 હજાર 619 ડોઝ, મહીસાગર જિલ્લામાં 6 હજાર 730 અને પંચમહાલ જિલ્લામાં 8 હજાર 419 ડોઝની ફાળવણી કરાશે. રિજનલ સ્ટોરેજ પર વેક્સિનના જથ્થાની સુરક્ષા માટે રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા વ્યવસ્થા રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement