Rajkot: રાજકોટમાં તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ પોતાના માથા કાપી હવનમાં હોમી દેતા અરેરાટી
રાજકોટ: વીંછીયામાં એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ બલી આપી છે. દંપતીએ તાંત્રિક વિધિ કરીને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના અંગે મૃતકના પિતાએ નિવેદન આપ્યું છે.
રાજકોટ: વીંછીયામાં એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ બલી આપી છે. દંપતીએ તાંત્રિક વિધિ કરીને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના અંગે મૃતકના પિતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી દંપત્તિ તાંત્રિક વિધિ કરતુ હતું. તાંત્રિક વિધિ કરીને બંનેએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. તાંત્રિક વિધિની આગલી રાતે દંપત્તિ બાળકોને મામાના ઘરે મૂકી આવ્યું હતું.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈડ નોટ પણ ટીંગાળેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું હોવાની વાતને લઈને ચકચાર મચી જવા પામી છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા.
ગુજરાત કોંગ્રેસમાં નવા જુનીનાં એંધાણ
ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં નવા જુનીનાં એંધાણ છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. અમિત ચાવડાની આગેવાનીમાં મળેલ બેઠકમાં પ્રદેશના આગેવાનો હાજર છે. સમગ્ર ગુજરાતમાંથી અમુક લોકોને જ બેઠક માટે આમંત્રણ અપાયું હતું. ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા છે. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર છે.
સુરતના ભટારમાં સગીરે કરી આત્મહત્યા
સુરતના ભટારમાં સગીરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં એક સગીરે આત્મહત્યા કરી હતી. સગીરે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સગીરે આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકના પિતાનું 15 વર્ષ પહેલા કુદરતી અવસાન થયું હતું. હાલ તો આ મામલે ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક સગીરનું નામ મોહિતભાઈ દિનેશભાઇ પટેલ છે. મૃતક સગીર સ્લાઈસના શો રૂમમાં કામ કરતો હતો. માતા અને પુત્ર બંને એક જગ્યા ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ
સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.