(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા મોટા શહેરમાં કોરોનાએ મચાવ્યો કાળો કેર? સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાગી લાઈન
કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજકોટમાં સતત વધી રહેલું સંક્રમણના કારણે ડેથ રેટમાં પણ વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં મૃત્યુ દરમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી વધુ 13 લોકોના મોત થયા છે.
કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજકોટમાં સતત વધી રહેલું સંક્રમણના કારણે ડેથ રેટમાં પણ વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં મૃત્યુ દરમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી વધુ 13 લોકોના મોત થયા છે.
રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લામાં આજે 13ના મૃત્યુ થયા છે. સંક્રમણના કારણે વધતા ડેથ રેટના કારણે હાલ રાજકોટ સ્મશાન ગ્રહમાં મૂર્તદેહની અંતિમ સંસ્કાર માટે લાઈન જોવા મળી રહી છે. સ્મશાન ગ્રહમાં હાલ બે મૃત દેહ અંતિમ સંસ્કાર માટે બહાર વેઇટિંગમાં પડ્યાં છે. કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્મશાન ગૃહ લાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસ મા મૃત્યુ દરમાં વધારો થયો છે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટ રામનાથ પરા સ્મશાનમાં ગૃહમાંથી કોરોનાથી થયેલા મૃત્યના આંકડા સામે આવ્યાં છે. જે મુજબ માત્ર એક સ્મશાનમાં જ અંતિમ વિધિની પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનામાં 70 લોકોની અંતિમ વિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે. તો ફેબ્રુઆરી મહિનામાં 31 લોકોની અંતિમ વિધિ કરાઈ છે. માર્ચમાં 86 લોકોની અંતિમ વિધિ કરાઈ છે. તો 29 માર્ચે 8ની અંતિમ વિધિ કરવામાં આવી છે. માર્ચ 30ના 8 અનેની અંતિમ વિધિ કરાઈ છે. ચાલુ એપ્રિલ માસમાં કોરોનાથી સંક્રમિત મૃતક 14 લોકોની અંતિમ વિધિ કરાઇ છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના (Gujarat Corona)નું સંક્રમણ વધતા કેન્દ્ર સરકાર (Central Government) પણ હરકતમાં આવી ગઈ છે. ગુજરાતમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact Tracing) વધારવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે. સંક્રમિતના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 30 લોકોનું ટ્રેસિંગ કરવાની સુચના અપાઈ છે.
જિલ્લાઓની જરૂરિયાત પ્રમાણે એક્શન પ્લાન બનાવવીની કેન્દ્રની સૂચના છે. જ્યાં કોરોનાના દર્દીઓના નિધન વધુ થાય છે તે શહેરો અને જિલ્લાઓમાં પ્રશાશનની ખામીઓ દુર કરવા માટે આદેશ કરાયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. કોરોના સંક્રમણને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં 13559 એક્ટિવ કેસ છે. જ્યારે 158 દર્દીઓ વેન્ટિલેટર પર છે.