શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો

Rajkot News: ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાના દ્રશ્યો સામે આવ્યા.
  • એક મહિલા ભૂત-પ્રેતના નામે ધૂણી, લોકો પર હુમલો કર્યો.
  • પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા મુદ્દે પડકાર્યો.
  • પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા પીપળીયાની અટકાયત કરી હતી.

Rajkot News: રાજકોટમાં બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર' બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ  લાગ્યો છે. દિવ્ય દરબાર બાદ ભૂત-પ્રેત કાઢતા હોવાના નાટકો કરવામાં આવ્યા હતા.  ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત-પ્રેત ધૂણ્યા હોવાનો આડંબર ચાલ્યો હતો. ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

મહિલામાં પ્રેત આવ્યા હોવાના નામે હુમલો કર્યો હતો. લોકો ધૂણતા રહ્યા અને ધીરેંદ્ર શાસ્તી તમાશો જોતા રહ્યા હતા. દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ દરબારમાં હાજર કેટલા લોકો અચાનક 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.

પુરુષોત્તમ પીપળીયાની અટકાયત 

બીજી તરફ સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ફરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો. પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા લખ્યું છે કે તાકાત હોય તો તેમની પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્જ આપે. ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા નીકળેલા સહકારી આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત કરી હતી. 

પુરૂષોત્તમ પીપળીયા રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત કરી હતી. પુરૂષોત્તમ પીપળીયાને પોલીસનું સ્પષ્ટ કહેવું હતું કે જો આપ ઘરમાં જ રહેશો તો કોઈ અટકાયત નહીં થાય. પરંતુ પોલીસના સમજાવ્યા છતા પણ પુરૂષોત્તમ પીપળીયા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્યા દરબારમાં જવા માટે નીકળતા પોલીસે તેની અટકાયત કરી હતી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પુરૂષોત્તમ પીપળીયાએ કહ્યુ કે હનુમાન કથાનો કોઈ વિરોધ નથી. ભૂત, પીસાચ અને ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે તેમનો વિરોધ છે. પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. 

Frequently Asked Questions

રાજકોટના દિવ્ય દરબાર બાદ કેવા દ્રશ્યો જોવા મળ્યા?

દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપ થયા છે. ભૂત-પ્રેત કાઢવાના નાટકો કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાએ લોકો પર હુમલો કર્યો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે પડકાર ફેંક્યો અને શા માટે?

સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેઓ હનુમાન કથાના નહીં, પરંતુ શાસ્ત્રી દ્વારા ફેલાવાતી અંધશ્રદ્ધાના વિરોધમાં છે.

પુરુષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત શા માટે કરી હતી?

પુરુષોત્તમ પીપળીયા દિવ્ય દરબારમાં જવા નીકળ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તેમને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેવા આરોપો મૂકવામાં આવ્યા છે?

તેમના પર જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો, લોકોને ગેરમાર્ગે દોરવાનો અને દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમવાનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget