શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રનો આ જિલ્લો ફરીથી બન્યો કોરોનામુક્ત, એક સાથે 7 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ગુજરાતમાં હવે ડાંગ અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લા કોરોનામુક્ત છે.
દ્વારકાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. એક સાથે સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં હાલ આ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જોકે, આજે મોરબી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. જ્યારે ગુજરાતમાં હવે ડાંગ અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લા કોરોનામુક્ત છે.
કોરોના મહામારી વચ્ચે દ્વારકા જિલ્લામાંથી એક સાથે 7 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 7 દર્દીઓને રજા અપાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તમામને સલાયા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. દ્વારકામાં કુલ 12 કેસ નોંધાયા છે. જે તમામ હાલ રિકવર થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement