Amreli: ટેકેના ભાવ કરતાં ખુલ્લા બજારમાં મગફળીનાં સારા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે કોઈપણ ખેડૂતે નોંધણી કરાવી બાદ વેચી નથી કારણ કે ટેકાના ભાવમાં આર્થિક વ્યવહારમાં ખૂબ જ વિલંબ થાય છે અને ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવ ખૂબ જ ઓછા છે.
Amreli News: અમરેલી જિલ્લામાં મગફળીનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે. ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ખુલ્લા બજારમાં વેચવાથી ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.
અમરેલી જિલ્લાના ગુજકોમાસોલ તરફથી ખરીદવામાં આવતી ટેકાનાં ભાવની મગફળીની નોંધણી લગભગ કોઈ ખેડૂતોએ કરાવી નથી અને તમામ ખેડૂતો ખુલ્લા બજારમાં સારા ભાવથી મગફળી વેચવા આવી રહ્યા છે. હાલમાં રૂપિયા 1250-1400-1500 સુધીના ખેડૂતોને મગફળીના ભાવ મળી રહે છે જેનાથી ખેડૂતોમાં ખૂબ જ સંતોષ છે. જિલ્લામાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ સારું રહ્યું છે. ખુલ્લા બજારમાં ભાવ પણ સારા છે ત્યારે સરકારે ટેકાના ભાવ ખુલ્લા બજાર કરતા ઉચા રાખવા જોઈએ તેવી ખેડૂતોની માગ છે.
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે કોઈપણ ખેડૂતે નોંધણી કરાવી બાદ વેચી નથી કારણ કે ટેકાના ભાવમાં આર્થિક વ્યવહારમાં ખૂબ જ વિલંબ થાય છે અને ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવ ખૂબ જ ઓછા છે જેના કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે. મગફળીની આવક પણ ખૂબ જ છે ત્યારે સરકાર ટેકાનો ભાવ 1275 રૂપિયા આવે છે તેની સામે ખેડૂતોને જાહેર હરાજીમાં ટેકાનાં ભાવ કરતા સારા ભાવ મળી રહ્યા છે. અમરેલી જિલ્લાનાં બીજા નંબરનું સાવરકુંડલાનું યાર્ડમાં દિવાળીના તેહવાર બાદ પણ મગફળીની બંપર આવક થઈ રહી છે.
દર વર્ષે ટેકાના ભાવની મગફળીની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે ગુજકોમાસોલના પૂર્વ ડિરેક્ટર અને સાવરકુંડલા એપીએમસીનાં ચેરમેન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે અમરેલી જિલ્લાનાં નવ કેન્દ્રોમાંથી એક પણ કેન્દ્રમાં ખેડૂત તે ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા નથી કારણ કે ખુલ્લાં બજારમાં ટેકાના ભાવ કરતા રૂપિયા 100 થી 300 સુધીનો ભાવ વધારે મળી રહ્યો છે.
ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં મગફળીનું બમ્પર ઉત્પાદન અને ભાવ પણ ખૂબ જ સારા જેના કારણે ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદી શકી નહિ ત્યારે જો ટેકાનો ભાવ ખુલ્લાં બજાર કરતાં વધારે નક્કી કરાયો હોત તો કદાચ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવી શક્યા હોત. આગામી વર્ષમાં ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે તો ખેડૂતોને સારો ફાયદો થઈ શકે છે.