શોધખોળ કરો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 5ના મોત, એકની હાલત ગંભીર

રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી. રાજકોટ મનપાના વિપક્ષ નેતાએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ અને કડક કાર્રવાઈના આદેશ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેક્ટરને કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે. હોસ્પિટલમાં આગ લાગવા પાછળ જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે. અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ દર્દીઓને સારી સારવાર મળે તે માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget