શોધખોળ કરો
Advertisement
ભાજપ સાંસદના પુત્રનો કોરોના થતાં ક્યાં જાણીતા લોકગાયિકાને પણ ચેપ લાગવાનો ખતરો? જાણો શું છે કારણ?
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને જાણીતાં લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. પોરબંદરના સાસદ રમેશભાઈ ધડુકના પુત્રને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે ત્યારે તેમના કારણે જાણીતાં લોકગાયિકા ગીતા રબારીને પણ કોરોના પોઝિટિવ આવવાની શક્યતા છે
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને જાણીતાં લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. પોરબંદરના સાસદ રમેશભાઈ ધડુકના પુત્રને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે ત્યારે તેમના કારણે જાણીતાં લોકગાયિકા ગીતા રબારીને પણ કોરોના પોઝિટિવ આવવાની શક્યતા છે કેમ કે ધડૂકના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
સાંસદ રમેશ ધડૂકના પુત્ર ડો. નેમીષ રમેશભાઈ ધડુકને કોરોના થયો છે. પોરબંદર સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતા. આ કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કારણે તેમને પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. સાંસદ પુત્ર ડો. નેમીષનો રીપોર્ટ કોરોના પોઝિટિવ પાછળથી આવ્યો હતો છતાં તેમના સંપર્કમાં આવનારા તમામને કોરોના થવાનો ખતરો છે.
નોંધનીય છે કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં 50 લોકોની જગ્યાએ વધુ લોકો એકત્ર થયા હતા. જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયા બાદ સાંસદ પુત્રનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે રાજકોટ કોર્પોરેશનમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત અમરેલીમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement