Gir Somnath : વાલીઓ ચેતી જજો, ગેમનો ટાસ્ક પુરો કરવા 16 વર્ષીય કિશોરે લેડિઝના કપડા પહેરી કરી લીધો આપઘાત
ગેમના લેવલ પ્રમાણે લેડીસ પહેરવેસ પહેર્યો હોવાની પરીવારને આશંકા છે. કિશોર નંદવાણામાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. કિશોર અભ્યાસમાં અવલ હતો. મોબાઈલ ગેમે ભોગ લીધો હોવાની ઘટનાથી વાલીઓએ ચેતવું જોઇએ.
ઉનાઃ ગીર સોમનાથ જિલ્લામાં એક 16 વર્ષીય કિશોરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉનાના સાજણ નગરમાં રહેતા 16 વર્ષીય યુવાને મોબાઈલ ગેમના રવાડે ચડી ગળા ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની વિગતો બહાર આવી છે. 16 વર્ષીય કિશોરે ઘરના રુમમા લેડીસ પહેરવેશ પહેરી ગળાં ફાંસો ખાધો હતો.
ગેમના લેવલ પ્રમાણે લેડીસ પહેરવેસ પહેર્યો હોવાની પરીવારને આશંકા છે. કિશોર નંદવાણામાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. કિશોર અભ્યાસમાં અવલ હતો. 16 વર્ષીય કિશોરે મોબાઈલ ગેમે ભોગ લીધો હોવાની ઘટનાથી વાલીઓએ ચેતવું જોઇએ. જો તમે તમારા બાળકનું ધ્યાન નહીં રાખો તો આવી ઘટનાનો શિકાર બનવું પડી શકે છે.
Ahmedabad : રામોલ ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત; યુવકનું ઘટનાસ્થળે જ મોત, દંપતી ગંભીર
અમદાવાદઃ શહેરના CTM રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દંપતી ગંભીર છે. બે બાઈકના અકસ્માતને પગલે CTM રામોલ ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ થયો હતો.
આ અકસ્માતમાં ૨૩ વર્ષના બાઈક ચાલકનું ઘટના પર જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય બાઈક પર દપંતી નીચે પટકાતા બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મદદથી એલજી હોસ્પિટલ ખસેડાયા હ તા. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી એડિ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી ઘાયલનું થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
અકસ્માત બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા મહેનત કરવી પડી હતી. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.