શોધખોળ કરો

Groundnut Oil Price: અધિક શ્રાવણ મહિનામાં સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ પહોંચ્યો 3100 નજીક

તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે. ઓફ સિઝન હોવા છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે.

Rajkot News:   આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે ફરસાણ મોંઘુ બનશે. દર વર્ષે તહેવાર આવતા તેલના ભાવ વધે છે અને વચેટિયાઓ ફાવી જાય છે. સામાન્ય લોકોના જન જીવન પર ભારે અસર પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે.  ઓફ સિઝન હોવા છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. છેલ્લા એક માસથી સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જાય છે. 

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે.  ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી.  એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.  

કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.

મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.100 જેટલો ભાવ વધારો થયો છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત

PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?

એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત

અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?

Embed widget