ગુજરાત ATSએ સૌરાષ્ટ્રમાં હથિયારોની તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 15થી વધુની ધરપકડ
ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવૉડે સૌરાષ્ટ્રમાં ચાલતા હથિયારના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવૉડે સૌરાષ્ટ્રમાં ચાલતા હથિયારના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ 15થી વધુ શખ્સને 39થી વધુ હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. રાજ્ય બહારથી ગેરકાયદેસર હથિયાર લાવી સૌરાષ્ટ્રમાં વેચાણ કરવામાં આવતા હતાં. પકડાયેલા તમામ આરોપીઓ પૈકીના મોટાભાગના સૌરાષ્ટ્રના જ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ- કોણ સંડોવાયેલું છે, હથિયારો નકસલ પ્રભાવિત રાજ્યમાંથી આવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે ATSનો સંપર્ક કરતા ઓપરેશન ચાલુ હોવાથી વધુ માહિતી આપી નહોતી. જોકે ઓપરેશન હાથ ધરી ચોરી થયેલા હથિયારના વેચાણના રેકેટનો પર્દાફાશ થયાની વાતને સમર્થન આપ્યું હતું.
આ ગેંગે 100થી વધુ હથિયારો ગુજરાતમાં લાવીને વેચ્યા હતા. તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરાતો હતો. અમુક આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશના ગુના પણ નોંધાયા છે. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે હથિયારોનું નેટવર્ક છેલ્લા બે વર્ષથી ચાલતું હતું. આરોપીઓ 20 હજારથી 35 હજારની કિંમતે હથિયારો ગુજરાતમાં લાવતા હતા. ત્યારબાદ 40 હજારથી દોઢ લાખની કિંમતે હથિયારો વેચતા હતા.
હરિયાણાના કરનાલમાંથી ચાર આતંકીઓની ધરપકડ
હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આ આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા. માહિતીના આધારે પોલીસે સવારે 4 વાગ્યે મધુબન નજીકથી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શકમંદોના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ સિંહ, પરમિંદર સિંહ અને ભૂપિંદર સિંહ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું છે.
કરનાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આતંકીઓ પસાર થવાના ઈનપુટ મળ્યા હતાં. જેના આધારે કરનાલ પોલીસની ટીમ મધુબન ચોક નજીક વાહન ચેકિંગ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા પસાર થતા પોલીસે અટકાવી હતી અને આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ
દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો