શોધખોળ કરો

Gujarat Cabinet : રાજકોટમાંથી કોણ બની શકે છે મંત્રી ? જાણો કોના કોના નામ છે ચર્ચામા

જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટ દક્ષિણના ચૂંટાયેલા ઉમેદવાર રમેશ ટીલાળાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

Gujarat Election Results: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ ઉપરાંત ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે.  ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન મંત્રીપદમાં કોને કોને સ્થાન મળી શકે તેની ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારમાં મંત્રી પદ માટે રાજકોટના અનેક નામો ચર્ચામાં છે.

કોના કોના નામ છે ચર્ચામાં

સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જયેશ રાદડીયાનું નામ મોખરે છે.  આ ઉપરાંત રાજકોટની હાઇ પ્રોફાઈલ બેઠક પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહનું નામ ચર્ચામાં છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટ દક્ષિણના ચૂંટાયેલા ઉમેદવાર રમેશ ટીલાળાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યના ઓબીસી નેતા અને પૂર્વ વિધાનસભાના ચૂંટાયેલા ઉદય કાનગડનું નામ પણ મોખરે છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ધોરાજી વિધાનસભામાંથી ચૂંટાયેલા મહેન્દ્ર પાડલીયાનું નામ પણ ચર્ચામાં છે. જો કાંતિ અમૃતિયાને મંત્રી બનાવવામાં આવશે તો ડો. મહેન્દ્ર પાડલીયા કપાઈ શકે છે. જ્ઞાતિના ગણિત મુજબ અને લાયકાત મુજબ આપવામાં આવી શકે છે મંત્રીપદ છે.

ગુજરાત ચૂંટણીમાં 617 અપક્ષે ડિપોઝિટ ગુમાવી

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં બંને તબક્કામાં મળીને 624 ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા હતા અને જેમાંથી 623 ઉમેદવારો ચૂંટણી લડયા હતા.જેમાંથી ૬૧૭ અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે.જો કે ગત 2017ની ચૂંટણી કરતા 166 અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવવામા ઓછા છે.જ્યારે આ વખતની ચૂંટણીમાં અપક્ષોને ગત ચૂંટણીની સરખામણીએ મળેલા કુલ વોટની સંખ્યા 90 હજાર વધારે છે.ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્યા છે જ્યારે ૩ અપક્ષ ઉમેદવારે તો 40-40 હજારથી વધુ વોટ મેળવીને ત્રણ બેઠકમાં બે અપક્ષે કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા છે અને એકે તો ભાજપના ઉમેદવારને ટક્કર આપી છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી 784 ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.ચૂંટણી પંચના નિયમ મુજબ પડેલા કુલ વોટમાંથી 16.67 ટકા વોટ જે ઉમેદવારને ન મળે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બંને તબક્કામાં મળીને 624 હતા.જેમાં પ્રથમ તબક્કામાં 304 પુરુષ અને 35 મહિલા સાથે 339 અને બીજા તબક્કામાં 262 પુરુષ અને 21 મહિલા સાથે 285 ઉમેદવાર અપક્ષ હતા. ચૂંટણી લડેલા કુલ 623 ઉમેદવારોમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જ્યારે 620 ઉમેદવારોમાંથી 617 ઉમેદવારોની ડિપોઝિટ જતી કરવી પડશે.  અન્ય ત્રણ ઉમેદવારો એવા છે કે જેઓના વોટ 16.67 ટકાથી વધુ છે.આ ઉમેદવારોના હાલોલના અપક્ષ ઉમેદવારના વોટ 58048 છે અને જેને કુલ 29.21 ટકા વોટ મળ્યા છે.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3.5 ટકા મુજબ 6944 જ વોટ મળ્યા છે. આ ઉપરાંત લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવાર જયપ્રકાશ પટેલને 43749 વોટ મળ્યા છે અને વોટ શેર 23.78 ટકા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget