Gujarat Corona : રાજકોટમાં છેલ્લા 2 મહિનામાં જ કેટલા લોકોના થયા મોત? આંકડો જાણીને ચોંકી જશો
એપ્રિલ અને મે મહિનામાં જ 13623 લોકોનાં મોતની નોંધ થઈ છે. છેલ્લા 5 મહિનામાં 17,802 લોકોના અવસાનની નોંધણી થઈ છે. છેલ્લા 5 મહિનામાં 7,492 પુરુષોના મોતની નોંધ થઈ, જ્યારે 7610 સ્ત્રીઓના મોતની નોંધ થઈ.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોના મહામારીને પગલે રાજકોટમાં મૃત્યુઆંકમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. એપ્રિલ અને મેં મહિનામાં મૃત્યુઆંકમાં અનેક ગણો ઉછાળો જોવા મળ્યો છે.
એપ્રિલ અને મે મહિનામાં જ 13623 લોકોનાં મોતની નોંધ થઈ છે. છેલ્લા 5 મહિનામાં 17,802 લોકોના અવસાનની નોંધણી થઈ છે. છેલ્લા 5 મહિનામાં 7,492 પુરુષોના મોતની નોંધ થઈ, જ્યારે 7610 સ્ત્રીઓના મોતની નોંધ થઈ.
જાન્યુઆરી મહિનામાં 1559 લોકોના મૃત્યુની નોંધણી થઈ. જેમાં 924 પુરુષો અને 635 મહિલાઓના મોત થયા. ફેબ્રુઆરીમાં 1250 લોકોના મૃત્યુની નોંધણી થઈ , જેમાં 782 પુરુષો અને 468 મહિલાઓના થયા મૃત્યુની નોંધણી થઈ.
માર્ચ મહિનામાં 1370 લોકોના મૃત્યુની નોંધણી, જેમાં 821 પુરુષો ના મૃત્યુની નોંધણી થઈ. 549 સ્ત્રીઓના મોતની નોંધણી થઈ. એપ્રિલ મહિનામાં 4,475 લોકોના મૃત્યુની નોંધણી થઈ. જેમાં 2421 પુરુષોના મોતની નોંધણી થઈ. 20534 સ્ત્રીઓના મૃત્યુની નોંધણી થઈ. મે મહિનામાં 9148 લોકોના મૃત્યુની નોંધણી થઈ. 5244 પુરુષોના મૃત્યુની નોધણી થઈ. સ્ત્રીઓના 3904 મોતની નોંધણી થઈ.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2869 નવા કેસ નોંધાયા છે અને 33 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9734 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,302 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,42,050 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49052 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દી વેન્ટિલેટર પર અને 48499 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.66 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
વડોદરા કોપોરેશન 375, અમદાવાદ કોપોરેશન 338, સુરત કોપોરેશન 208, વડોદરા 155, રાજકોટ કોર્પોરેશન 115, સુરત 115, જુનાગઢ કોપોરેશન 97, જુનાગઢ 96, પોરબંદર 86, ભરુચ 74, પંચમહાલ 73, ગીર સોમનાથ 69, સાબરકાંઠા 68, અમરેલી 67, બનાસકાંઠા 67, મહેસાણા 65,ખેડા 63, દેવભૂમિ દ્વારકા 58, નવસારી 58, રાજકોટ 58, કચ્છ 57, આણંદ 48, મહિસાગર 45, વલસાડ 41, જામનગર કોપોરેશન 38, પાટણ 35, અરવલ્લી 33, સુરેન્દ્રનગર 33, ભાવનગર કોર્પોરેશન 31, જામનગર 31, ગાાંધીનગર 30, ગાંધીનગર કોર્પોરેશન 28, નર્મદા 28, દાહોદ 22, ભાવનગર 19, અમદાવાદ 14, છોટા ઉદેપુર 12, મોરબી 9, તાપી 8, બોટાદ 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2869 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
વડોદરા કોપોરેશન 2, અમદાવાદ કોપોરેશન 6, સુરત કોપોરેશન 2, વડોદરા 2, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 2, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 0, પોરબંદર 1, ભરુચ 2, પંચમહાલ 0, ગીર સોમનાથ 0, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 0, મહેસાણા 2,ખેડા 0, દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, રાજકોટ 1, કચ્છ 0, આણંદ 0, મહિસાગર 2, વલસાડ 0, જામનગર કોપોરેશન 1, પાટણ 0, અરવલ્લી 0, સુરેન્દ્રનગર 0, ભાવનગર કોર્પોરેશન 1, જામનગર 1, ગાાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, દાહોદ 0, ભાવનગર 1, અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 0 મોત સાથે કુલ 33 મોત નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 2,26,603 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 92.66 ટકા છે.