શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ? 24 કલાકમાં 8 દર્દીના મોતથી ખળભળાટ
રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 210, સુરતમાં 124,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં આઠ, જૂનાગઢમાં સાત, અને ગાંધીનગરમાં 34 કેસ નોંધાયા છે.
રાજકોટઃ દિવાળીના તહેવારોમાં કોરોનાએ રાજ્યમાં ફરી ઉથલો માર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વકર્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. જોકે, ઓડિટ કમિટી મોતના ઓડિટ બાદ કોરોનાથી મોતની વિગતો જાહેર કરશે.
રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 210, સુરતમાં 124,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં આઠ, જૂનાગઢમાં સાત, અને ગાંધીનગરમાં 34 કેસ નોંધાયા છે.
કોરોનાના કેસ રાજ્યમાં તો ઘટી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરની સ્થિતિ ખરાબ થઈ રહી છે. અમદાવાદમાં શહેરપમાં ફરી કોરોનાના કેસ 200થી વધારે આવી રહ્યા છે જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં વધુ 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 808 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 40 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 24 કલાક દરમિયાન રાજયમાં 39 હજાર 383 ટેસ્ટ થયા હતા. જયમાં 12 હજાર 456 એક્ટિવ કેસ છે. જેમાં 12 હજાર 394 દર્દીઓની હાલત સ્થિર છે તો 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement