શોધખોળ કરો
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં જ 32 દર્દીઓના મોતથી ખળભળાટ, જાણો વિગત
સિવિલ હોસ્પિટલમાં ૨૬ અને અન્ય મોત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં થયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટમાં છે ત્યારે મોતનો 24 કલાકનો સૌથી ઊંચો આંક સામે આવ્યો છે.
![રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં જ 32 દર્દીઓના મોતથી ખળભળાટ, જાણો વિગત Gujarat corona update : 32 patients died in last 24 hours at Rajkot covid hospitals રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં જ 32 દર્દીઓના મોતથી ખળભળાટ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26020857/corona-death.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૩૨ દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં અત્યાર સુધીના ૨૪ કલાકના સૌથી વધુ મોત છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં ૨૬ અને અન્ય મોત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં થયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટમાં છે ત્યારે મોતનો 24 કલાકનો સૌથી ઊંચો આંક સામે આવ્યો છે.
રાજકોટના મેયર બીનાબેન આચાર્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમના પતિ જ્યેન્દ્રભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. નોંધનીય છે કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે ભાજપના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજકોટ ખાતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)